રાજકોટ
News of Tuesday, 13th March 2018

જયુબેલી, હનુમાન મઢી, જંકશન રોડ વિસ્તારમાં દબાણ હટાવ શાખા ત્રાટકીઃ ૧૧૬ કેબીન-રેંકડીઓ હટાવાયા

રસ્તા પર નડતરરૂપ દબાણો દુર કરાયાઃ ૪પ૮ કિલો શાકભાજી-ફળો-ઘાસચારો જપ્તઃ ૬૪ હજારનો દંડ વસુલ્યો

રાજકોટ તા. ૧૩ :..  રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા  શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, ૧૧૬ અન્ય ચીજવસ્તુઓ, ૪પ૮ શાકભાજી-ફળો, ઘાસચારો-લીલું-ફૂલ વગેરે જપ્ત કરવાની તેમજ ૬૪ હજારનો વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં  જણાવ્યા મુજબ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતર ૩૧ રેંકડી-કેબીનો આલાપ હેરીટેઝ, ગાયત્રીનગર, જામટાવર રોડ, સત્યસાઈ માર્ગ, પેડક રોડ, સંતકબીર રોડ, ચુનારવાડ, કુવાડવા રોડ, જંકશન રોડ, જયુબેલી, રેસકોર્ષ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૮૫ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે નાનામવા, ગાયત્રીનગર, ત્રિકોણબાગ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ ચકરડીઓ પરથી જપ્ત કરવામાં આવી હતી, ૪૦૮ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને ધરાર માર્કેટ, જયુબેલી માર્કેટ , ચંદ્રેશનગર અને રેસકોર્ષ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોકથી ૫૦ કી.ગ્રા. ઘાસચારો- લીલું અને ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ/- ૬૪,૪૦૦ વહીવટી ચાર્જ પારૂલ ગાર્ડન, યાજ્ઞિક રોડ, હનુમાન મઢી, કોઠારીયા રોડ, ટાગોર રોડ, છોટુનગર, કોઠારીયા રોડ, ભાવનગર રોડ, હરિહર ચોક, દેવપરા પેલેસ રોડ, નાનામવા રોડ, સંતકબીર રોડ, પેડક પંચાયત નગર વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના અલગ અલગ ૦૫ હોકર્સ ઝોન ધરાર માર્કેટ, ભાવનગર રોડ, ભકિતનગર સર્કલ, પંચાયત નગર અને ચંદ્રેશનગર હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

(4:19 pm IST)