રાજકોટ
News of Tuesday, 13th March 2018

રેસકોર્ષ લાફીંગ કલબ દ્વારા મહિલા દિનની ઉજવણી

રાજકોટ : રેસકોર્ષ લાફીંગ કલબ છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત છે. તે હાસ્ય તથા શારીરીક કસરતોની સાથે ધાર્મિક અને સામાજીક તહેવારો પણ અવાર - નવાર ઉજવે છે. પ્રવાસોનું આયોજન કરે છે. મહિલા દિન નિમિતે સમગ્ર સંચાલન કલબના બહેનો દ્વારા કરવામાં આવેલ. ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહે પણ હાજરી આપેલ. તેનું ત્રણ વખત હાસ્યથી સન્માન કરવામાં આવેલ. કલબની માહિતી જયંતિભાઈ માંડલીયાએ આપેલ. પ્રાથમિક સુવિધાની ગાર્ડનમાં રજૂઆત કરેલ. આ બાબતે યોગ્ય કરવા તેમણે ખાતરી આપેલ. આભાર દર્શન શ્રીમતી બાનુબેન ધકાણે કરેલ હતું.

(4:14 pm IST)