રાજકોટ
News of Tuesday, 13th March 2018

વોર્ડ નં. પ-૯ના ૪૦ર વિસ્તારોમાંથી ગંદકી દૂર

વન ડે વન વોર્ડ સફાઇ ઝુંબેશ અંતર્ગત ૩ર ખુલ્લા પ્લોટમાં સફાઇ : જબ્બરો પ્રતિસાદ

રાજકોટ, તા. ૧૩ : કોર્પોરેશન દ્વારા 'વન ડે વન વોર્ડ' સફાઇ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં સફાઇ-આરોગ્યલક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યાનું આશિષ વાગડીયા, મનીષ રાડીયાએ જણાવ્યું હતું કે ગઇકાલે વોર્ડ નં. પ ખાતે સફાઇ કરવામાં આવેલ જેમાં ડમ્પરના ૧૦ ફેરા કચરા માટે અને ૩ ફેરા વોકળાની સાફ સફાઇ માટે થયેલા. ઉપરાંત ટ્રેકટરના-૧ર ફેરા કચરા માટે અને ર ફેરા વોકળાની સફાઇ માટે થયા હતા. આમ ટોટલ મળીને વોર્ડના ર૬૧ વિસ્તારોની સફાઇ કરવામાં આવી જેમાં ૧૮ ખુલ્લા પ્લોટો તેમજ ર મોટા વોકળા અને ૬ ન્યૂસન્સ પોઇન્ટ પણ આવરી લેવાયા. ર મોટા રાજમાર્ગો સ્વાઇપિંગ મશીન દ્વારા અને બાકીના અન્ય તમામ માર્ગોની મેન્યૂઅલી સાફ-સફાઇ કરાવવામાં આવી. ઉપરાંત ૬ ન્યૂસન્સ પોઇનટ ઉપર ૧૩ર બેગ ચુના પાવડર અને રપ જેટલી મેલેથોનની બેગોની પણ છંટકાવ કરાવવામાં આવ્યો.

આ ઉપરાંત આજ રોજ વન ડે વન વોર્ડ સફાઇ અભિયાન દરમિયાન વોર્ડ નં. ૯ ખાતે સફાઇ ઝુંબેશ ચાલુ હોય જેમાં હાલ ડમ્પરના-૧ર ફેરા થઇ ચૂકયા છે. ૩૮-ટીપરવાન તેમજ ૬ જે.સી.બી. કામે લાગેલા છે. ૧ વોકળાની સફાઇ થઇ ચૂકી છે. જેમાં ર જે.સી.બી.નો ઉપયોગ કરવામાં આવેલ તેમજ ૧૦ સફાઇ કામદારોને વોકળા માટે કામે લગાડેલા આમ ટોટલ ૧૪૦ વિસ્તારો, ૧૬ ખુલ્લા પ્લોટો, પ ન્યૂસન્સ પોઇન્ટ, ર મોટી માર્કેટો, ર પબ્લીક યુરીનલ અને પ ન્યૂસન્સ પોઇન્ટની સફાઇ અત્યાર સુધીમાં થઇ ચૂકી છે. ઉપરાંત ૪ મેઇન રાજમાર્ગોની પણ સફાઇ થઇ ચૂકી છે અને સફાઇ થઇ ગયેલ ન્યૂસન્સ પોઇન્ટ ઉપર પ૦ બેગ ચુના પાવડર અને ૧૦ જેટલી મેલેથોનની બેગોનો પણ છંટકાવ કરાવવામાં આવ્યો.

આ સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય ઝુંબેશમાં આજે ભાજપ રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય ખાતા ચેરમેન મનીષભાઇ રાડીયા, સેનિટેશન સમિતિ ચેરમેન આશિષભાઇ વાગડીયા, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઇ પૂજારા, વોર્ડ નં.૯ના પ્રમુખ જયસુખભાઇ કથરોટીયા વોર્ડ નં. ૯ના મહામંત્રી આશિષભાઇ ભટ્ટ અને કમલેશભાઇ શર્મા, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ મારૂ, મહિલા મોરચાના શહેરના મંત્રી દક્ષાબેન વસાણી, વોર્ડ નં.૯ યુવા મોરચા પ્રમુખ વિમલભાઇ થોરીયા, વોર્ડ નં.૯ના બક્ષીપંચના પ્રમુખ વિજયભાઇ આહીર, ઉપરાંત મહિલા મોરચાના આગેવાનોમાં જાગૃતિબેન ભાણવાડીયા, રક્ષાબેન વાયડા, દેવ્યાની માકડ, અનસોયા પટેલ, આરતી શાહ અને અન્ય કાર્યકરોમાં જગદીશભાઇ પટેલ, મનીષા પટેલ, રાજુ વાઢેર, હિરેન શાપરીયા, સંજય ભાલોડીયા, રામજીભાઇ બેરા, મનસુખ જાગાણી, પ્રકાશ ગોહિલ, નારણ કેશરીયા, પ્રદીપ નિર્મળ, સુરેશભાઇ પરમાર, કુમારસિંહ જાડેજા, દેવ ગજેરા, દામજીભાઇ વાસજડીયા, મેઘરાજસિંહ ઝાલા, રણછોડભાઇ સાતીયા, શાંતિભાઇ પાંઉ, દિપક મહેતા, પ્રકાશ ડાંગર, પ્રફુલ માકડીયા, સંદીપ જીવરાજાણી, સતીષ વાઘેલા, દાયાભાઇ ભરવાડ પણ હજાર રહ્યા હતાં. તેમજ આવતી કાલે આ જ પ્રકારની સ્વછતા અભિયાન અને આરોગ્યની ઝુંબેશ વોર્ડ નં. ૭ ખાતે હાથ ધરવામાં આવશે.

(4:07 pm IST)