રાજકોટ
News of Tuesday, 13th March 2018

વિમલનગરનો બગીચો ઝળહળ્યોઃ લાઇટીંગનું લોકાર્પણ

 રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૦ વિમલનગર વિસ્તારમાં બગીચો બનાવવામાં આવેલ છે, આ બગીચાની સુંદરતામાં વધારો કરવા લાઇટીંગ કરી આપવાની માંગણી હતી. જેના અનુસંધાને રોશની વિભાગ દ્વારા બગીચામાંં ર૧ જેટલા લાઇટીંગ પોલ નાખવામાં આવેલ. આ લાઇટીંગ કામનું લોકાર્પણ શહેર ભાજપ મલિહા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પૂર્વ પ્રમુખ નીતિનભાઇ ભારદ્વાજ ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, લાઇટીંગ સમિતિના ચેરમેન અજયભાઇ પરમાર, માર્કેટ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, બીનાબેન આચાર્ય, યુવા મોરચાના પ્રમુખ સંજયભાઇ વાધર, તથા મહામંત્રી શિવરાજસિંહ, વોર્ડ પ્રભારી માધવભાઇ દવે, પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, નીતાબેન વઘાસીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ સંગીતાબેન છાયાં, ભાજપ અગ્રણી રાજભા વાઘેલા, મહેન્દ્રસિંહ, વિપુલ જાની, હેમતસિંહ ડોડીયા, વિજયભાઇ રાઠોડ, શોભનાબેન, અજયસિંહ વાઘેલા, રમેશભાઇ માખેલા, અચ્યુતભાઇ પટેલ, પિયુષભાઇ તેમજ વિમલનગર વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. વિમલનગરના બગીચામાં લાઇટીંગ માટે ઓકટાગોનલ પોલ ૪ મીટર ઉંચાઇના એવા ર૧ નંગ પોલ અને આ પોલ પર ૩પ વોટની ર૯ એલ.ઇ.ડી.લાઇટ નાખવામાં આવેલ છે આ લાઇટીંગ કામથી બગીચો ઝળહળતો થયેલ છે અને તેની સુંદરતામાં વધારો થયેલ છે. લાઇટનું કામ કરાવતા વિમલનગરના રહેવાસીઓએ આનંદની લાગણી વ્યકત કરેલ છે.

(3:57 pm IST)