રાજકોટ
News of Tuesday, 13th March 2018

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ૭૨ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ

 સર્વ શિક્ષા અભિયાન, નગર પ્રા.શિક્ષણ સમિતિ દ્વારા ૭૨ વિદ્યાર્થીઓને અસેસમેન્ટ કેમ્પ બાદ કેલીપર્સ, વ્હીલચેર, વોકર, સીપી ચેર, સ્માર્ટ ફોન, બ્રેઇલ કીટ, બ્રેઇલ સ્ટીક, એકયુપ્રેસર કીટ જેવા સાધન વિતરણનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, ન.પ્રા.શિ. સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની, એ.સી.પી. હર્ષદ મહેતા, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ ગજેરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, મહાવીર સેવા ટ્રસ્ટના ચંદ્રકાન્તભાઇ શેઠ, શિક્ષણ સમિતિના સભ્યો મુકેશભાઇ મહેતા, કિરણબેન માકડીયા, સંજયભાઇ હિરાણી, શાસનાધિકારી ડી. બી. પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષા બદલ પણ આ વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઇ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જુહીબેન માકડે અને આભારવિધિ શાસનાધિકારી ડી. બી. પંડયાએ કરી હતી.

(3:57 pm IST)