રાજકોટ
News of Tuesday, 13th March 2018

સિવિલ હોસ્પિટલમાં કેન્સરના રોગથી પીડાતી મહિલાઓ માટે યોજાયો નિઃશુલ્ક નિદાન કેમ્પ

રાજકોટ : અહીં રાજકોટ શહેર પં. ડી. યુ. સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાઓ માટે ''મહિલા કેન્સર જાગૃત અભિયાન'' નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. નિઃશુલ્ક મહિલા નિદાન કેમ્પમાં કેન્સરથી પીડાતા મહિલાઓએ નિદાન કરાવ્યુ હતું.

આ કેન્સર મહિલા નિદાન કેમ્પનું આયોજન સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ''સંજીવની રથ''માં રાખવામાં આવેલ. શહેર ભાજપ મહિલાઓ મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્યો અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે. મેયર દર્શિતાબેન શાહ, રાજકોટ જીલ્લા કલેકટર વિક્રાંત પાંડે, રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી તેમજ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢરીયા, જી. સી. આર. આઈ. અમદાવાદ કેન્સર ડાયરેકટર ડો. શશાંક પંડ્યા, રાજકોટ સિવિલ હોસ્પિટલના કાઉન્સેલરો જયંતભાઈ ઠાકર, રાજીવ ઘેલાણી, નરોતમ ડોબરીયા, ભરતભાઈ ડાભી, કોર્પોરેટરો મીનાબેન પારેખ, પ્રીતિબેન પનારા, બીનાબેન આચાર્ય, અનીતાબેન ગોસ્વામી, જયાબેન ડાંગર, જયોત્સનાબેન ટીલરા, શિલ્પાબેન જાવીયા, દુર્ગાબેન જાડેજા વોર્ડ નં.૪ના નવનિયુકત કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા વિ. ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમનું સંચાલન ડો. મધુલીકાબેન મિસ્ત્રીએ કરેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા સિવિલ હોસ્પિટલ કાઉન્સેલર જયંત ઠાકર, ડો. મનીષભાઈ મહેતા, ડો. યોગેશભાઈ ગોસ્વામી, ડો. મીનાબેન શાહે જહેમત ઉઠાવી હતી.

(3:54 pm IST)