રાજકોટ
News of Tuesday, 13th March 2018

મહાત્મા ગાંધી છાત્રાલયમાં વાર્ષિકઉત્સવ : તેજસ્વી તારકોનું સન્માન

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર હસ્તકના નિયામક અનુ.જાતિ કલ્યાણ સંચાલિત મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલય રાજકોટ દ્વારા તાજેતરમાં વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, ડે. પોલીસ કમિશ્નર ડો. કરણરાજ વાઘેલા, પી.ડી.એમ. કોલેજના પ્રિન્સીપાલ ડો. એમ. કે. મારૂ, મદદનીશ પોલીસ કમિશ્નર હર્ષદ મહેતા, સીન્ડીકેટ સભ્ય નેહલ શુકલ, સૌ.યુનિ.ના ડે. રજીસ્ટ્રાર ડો. આર. જી. પરમાર, ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ડીરેકટર રઘુભાઇ સોલંકી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એન. જે. પાણેરી, યુનિ. ભવન ટી.ટી.સી. સંચાલક મનીષભાઇ ગઢવી, જુદી જુદી કોલેજોના પ્રોફેસરો કે. જી. કન્નર, એલ. એસ. સૈયદ, કાંતીભાઇ ટુંડીયા, મોહનભાઇ દાફડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રમત ગમત સિધ્ધી માટે૧૭ શૈક્ષણિક ક્ષેત્રે ૮૧, સરકારી ભરતી પરીક્ષામાં સફળતા બદલ ૩૦ એમ કુલ ૧૨૮ છાત્રો તથા સરકારી કન્યા છાત્રાલયોની છાત્રાઓને શિલ્ડ, ટ્રોફી, મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. છાત્ર વાળા અલ્પેશને એમ. એ. સંસ્કૃત ભવનમાં પ્રથમ સ્થાન બદલ, છાત્ર સાધુ નરેશગીરીને એમ. એ. ભુગોળ ભવનમાં પ્રથમ સ્થાન બદલ, દિવ્યાંગ છાત્ર સવજીભાઇ બગડાને જી.સેટ પરીક્ષા પાસ કરવા બદલ સન્માનીત કરવામ)ં આવેલ. દરમિયાન સવજીભાઇ બગડાએ લખેલ પુસ્તક 'ગુલશેર ખાન શાની કે ઉપન્યાસો કા સમીક્ષાત્મક અધ્યયન' નું વિમોચન કરાયુ હતુ. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન સમાજ કલ્યાણ અધિકારી કે. જે. રૂપારેલીયાએ અને આભારવિધિ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ડી. એન. આરદેશણાએ કરેલ. જયારે સમગ્ર સંચાલન વિદ્યાર્થી દેવ સાંખટે સંભાળ્યુ હતુ.

(3:52 pm IST)