રાજકોટ
News of Tuesday, 13th March 2018

સૌરાષ્ટ્રના સિંહણ, તિર્થસ્વરૂપા, વચનસિધ્ધિકા બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં

પૂ. રંજનબાઇ તથા પૂ. પદમાબાઇ મ.સ.ની પ૧મી દિક્ષાજયંતીની ભાવભેર ઉજવણી

રાજકોટ તા. ૧૩ :.. ગો. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા. બ્ર. પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજીના સુશિષ્યા બા.બ્ર. પૂ. શ્રી રંજનબાઇ મહાસતીજી તથા બા. બ્ર. પૂ. શ્રી પદ્માબાઇ અભયદાન, ઔષધદાન આપવામાં આવેલ. આ પ્રસંગે સવારે સાધર્મિકોને જીવન જરૂરીયાતની કીટ તથા દરેકને ગરમા ગરમ બ્રેકફાસ્ટ આપેલ આ સાથે સોનલ સીનીયર સીટીઝનના વિશીષ્ટ જાય તથા સોનલ સહેલી  મંડળના અલૌકિક જાપ રાખેલ હતાં. બધાને નવકારશી તથા દરેકને રૂ. પ૧ નું બહુમાન કરવામાં આવેલ હતું.

 

પૂ. બન્ને મહાસતીજીના જીવનમાં સરણતા, નિખાલસતા, નિરાભિમાનીતા ખાસ છે. આ પ્રસંગે દાતાઓ, શ્રેષ્ઠીવર્યો ગુરૂણી ભકતો, સોનલ સીનીયર સીટીઝન, સોનલ સદાવ્રતના સાધર્મિક ભાઇઓ, સોનલ સહેલી મંડળે ઉપસ્થિત રહી અભિનંદન વર્ષા વર્ષાવેલ હતી.

જૈનધર્મની શાશ્વતી આયંબિલની ઓળી  માટે નાલંદા તીર્થધામમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તથા ભવ્યાતિભવ્ય આયંબિલની ઓળી થશે. નાલંદા યુવક મંડળની સેવાની કામગીરી પ્રશંસનીય હોય છે.

નાલંદા તીર્થધામમાં છેલ્લા ૧૭ વર્ષથી સોનલ સદાવ્રત અવિરતપણે અખંડ પણે ધમધમતું ચાલી રહ્યું છે. દર મહિને અન્નદાન, ઔષધદાન વિનામૂલ્યે અપાઇ રહ્યું છે.

આજની નવકારશી દાનરત્ના શારદાબેન મોદી તરફથી તથા પ્રભાવના દક્ષાબેન અશોકભાઇ દોશી તરફથી હતી.

આ પ્રસંગે સીનીયર સીટીઝન ગ્રુપ, નિલેશભાઇ શાહ, ભુપેન્દ્રભાઇ મહેતા, જયેશભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, અશોકભાઇ દોશી, પ્રદિપભાઇ માવાણી, સંપટભાઇ મારવાડી, વિજયભાઇ ગાઠાણી આદિએ હાજર રહી પૂ. મહાસતીજીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. (પ-ર૩)

(3:32 pm IST)