રાજકોટ
News of Tuesday, 13th March 2018

કોર્પોરેશનના બોર્ડમાં કાર્પેટ વેરા મુદ્દ વિપક્ષ હોબાળો મચાવાના મુડમાં

રાજકોટ તા. ૧૩: આગામી શુક્રવારનાં મ્યુ. કોર્પોરેશનના મળનાર ખાસ બોર્ડમાં  કાર્પેટ વેરા મુદ્દે વિપક્ષ હોબાળો મચાવાના મુડમાં હોવાનું કોર્પોરેશન લોબીમાં ચર્ચાય રહ્યુ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશન દ્વારા મકાન વેરાની આકારણીમાં ઐતિહાસીક ફેરફારો કરી અને હવે 'બિલ્ટ અપ'ને બદલે 'કાર્પેટ' મુજબ મકાનવેરા આકારવા માટે નવા નિયમો અને દર સુચવ્યા છે. જેનો ૧ લી એપ્રિલથી અમલ શરૂ કરવો હોય તો યુધ્ધનાં ધોરણે બોર્ડમાં મંજૂર કરીને સરકારમાં મોકલવા પડે. આથી જનરલ બોર્ડ માટે રાહ જોવી અશકય હોઇ કાર્પેટ વેરા માટે ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યુ છે.  કાર્પેટ વેરા પધ્ધતિથી શહેરની ૮૫ ટકા જેટલી મિલ્કતોનો વેરો ઘટશે અને લોકો પોતાનો વેરો જાતે જ ગણતરી કરી શકે આગામી નાણાકીય વર્ષથી વેરા વસૂલાતની કામગીરી કાર્પેટ એરિયા પદ્ઘતિ મુજબ કરવામાં આવનાર છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ બોર્ડમાં હંગામો મચાવાનાં મુડમાં હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.

(2:55 pm IST)