રાજકોટ
News of Tuesday, 13th March 2018

ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન

રાજકોટ : ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ અને રાજકોટ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જુદા જુદા ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ અને પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરા, પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહેલોત, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી વલ્લભભાઈ સતાણી તથા ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા.

ખોડલધામ ટ્રસ્ટના મહિલા ટ્રસ્ટી શર્મિલાબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ ખોડલધામ યુવતી સમિતિ દ્વારા સરદાર પટેલ ભવન પહેલો માળે એ.સી. હોલ, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, મવડી પ્લોટ રાજકોટ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં જુદા - જુદા ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.

જેમાં ૨૦ વર્ષથી સશકિતકરણ અને ગરીબ બાળકોને શિક્ષણ માટે કામ કરતા અનારબેન પટેલ, બિઝનેસ વુમન અને પટેલ એન્જીનિયરીંગ લીમીટેડના ડેપ્યુટી ડાયરેકટર અને કુંવરજી મુળજી કેળવણી ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રીતિબેન પટેલ, ૨૦૧૪માં બેસ્ટ વુમનનો એવોર્ડ મેળવનાર અને ટેસ્ટ ટ્યુબ બેબીમાં પીએચડીની ડીગ્રી મેળવનાર તથા હાલમાં લેબમાં સીનીયર રીસર્ચ સાયન્ટીસ્ટ તરીકે કામ કરતા ધૃતિ બાબરીયા, એરોનોટીકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કરી એરક્રાફટમેન્ટેનન્સ એન્જીનિયર પાયલોટ તરીકે છેલ્લા ૯ વર્ષથી કાર્યરત સરસ્વતી દેસાઈ, ૯ વર્ષની ઉંમરથી ગાયનક્ષેત્રમાં સક્રિય યોગીતા પટેલ, ફેશન ડીઝાઈનર યેશા સોરઠીયા, ૪૦ વર્ષથી ઈનડોર - આઉટડોર ફોટોગ્રાફી કરનાર જયાબેન હિરાણી, લેખક નીતાબેન સોજીત્રા, ઈન્ટરનેશનલ કક્ષાએ એશિયન મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપ ભારતીય ટીમમાં પસંદગી પામેલા ભાવનાબેન ખોયાણી, ૧૭ વર્ષની વયે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કુચીપુડી ડાન્સફોર્મમાં નામ નોંધાવનાર નૃત્યાંગના ધ્રુવા તોગડીયા, અનેક યોગાસ્પર્ધામાં ભાગ લેનાર નિલમ સુતરીયા અને સ્પીકર મનીષાબેન દુધાત તથા આઈએએસ દ્વારા ભાલાળાનું સન્માન કરવામાં આવ્યુ હતું.(૩૭.૪)

(1:57 pm IST)