રાજકોટ
News of Tuesday, 13th March 2018

જીસીસી હિન્દી શોર્ટ હેન્ડમાં રાજકોટની પૂજા સોલંકી ગુજરાતમાં પ્રથમ સ્થાને

રાજકોટ તા. ૧૩ : રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જાન્યુ.૨૦૧૮ માં લેવાયેલ જીસીસી (ગવર્નમેન્ટ કોમર્શિયલ સર્ટીફીકેટ) પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર થતા રાજકોટની મહેતા ઇન્સ્ટીટયુટની વિદ્યાર્થીની કુ. પૂજા જીવરાજભાઇ સોલંકીએ હિન્દી શોર્ટ હેન્ડ (સ્ટેનોગ્રાફી) માં ૭૫ શબ્દ પ્રતિ મીનીટની ઝડપ પ્રાપ્ત કરી ગુજરાત પ્રથમ સ્થાન મેળવ્યુ છે. તેમ સંસ્થાના પ્રિન્સીપાલ મહેશભાઇ મહેતા (મો.૯૯૨૪૨ ૪૪૫૫૦) ની યાદીમાં જણાવાયુ છે.

(1:57 pm IST)