રાજકોટ
News of Tuesday, 13th March 2018

કુવાડવામાં નિતાબેન કોળી પર પડોશી કોળી દંપતિનો હુમલો

શેરીમાં છોકરા રમતાં હોઇ વાહન ધીમા હાંકવાનું કહેતાં ડખ્ખો

રાજકોટ તા. ૧૩: કુવાડવામાં રહેતાં નિતાબેન ગોપાલભાઇ સેટાણીયા (કોળી) (ઉ.૩૮) પર પડોશમાં જ રહેતાં જગા રાયસીંગ બાહુકીયા (કોળી), તેની પત્નિ ચંદ્રિકા અને જગાના ભાઇ હિતેષ બાહુકીયાએ હુમલો કરી ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇએ કુવાડવા પોલીસને જાણ કરી હતી. નિતાબેનના પતિ ગોપાલભાઇ ડ્રાઇવીંગ કરે છે. તેણીએ કહ્યું હતું કે છોકરા શેરીમાં રમતાં હોઇ ગોપાલ સ્પીડથી બાઇક હંકારીને નીકળતાં તેને ધીમે વાહન હંકારવાનું કહેતાં બોલાચાલી થતાં હુમલો કરાયો હતો.

(11:24 am IST)