રાજકોટ
News of Tuesday, 13th February 2018

મારવાડી યુનિવર્સિટીમાં બજેટની નિષ્ણાંતો દ્વારા સમીક્ષા

 રાજકોટ : મારવાડી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ઉત્કૃષ્ઠ શિક્ષણ ઉપરાંત તેમના વ્યકિતગત ડેવલપમેન્ટમાં ઉપયોગી આયોજનો કરે છે. આ જ હેતુ અંતર્ગત તા.૦૭ ફેબ્રુઆરીના રોજ યુનિયન બજેટ ર૦૧૮-૧૯ બાબતે બજેટની દરખાસ્તો અને તેની અર્થતંત્ર પર થનારી અસર બાબતે ચર્ચા સભા અને પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને ટ્રેડ યુનિયન, શિક્ષણવિદો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત ડો.પ્રો.રાજેશ શેખરન પિલ્લઇ-સ્કુલ ઓફ મેનેજમેન્, મનિપાલ એકેડમી ઓફ હાયર એજયુકેશન, શ્રીમતી પીનલ સાવલીયા-એડવોકેટ, ચેતન નંદાણી-ડે.મ્યુ.કમિશ્નર આરએમસી-રાજકોટ, મહેશ સાવલીયા-સીએમડી હાર્મોની ગ્રુપ, જયેશ જોબનપુત્રા-ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શિવલાલ બરસીયા-પ્રેસીડેન્ટ રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, વી.પી.વૈષ્ણવ સેક્રેટરી-રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સુવિધ શાહ-ડીવાયડીજીએફટી વાણીજય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર, ડો.પ્રો.ધીરેશ કુલશ્રેષ્ઠ-એસો. પ્રો.ફેકલ્ટી ઓફ બિઝનેસ મેનેજમેન્ટને પેનલ મેમ્બર તરીકે ચર્ચામાં ભાગ લેવા આમંત્રણ કરી યુનિયન બજેટની ચર્ચા કરવામાં આવી હતી. તે સમયની તસ્વીર.

(4:38 pm IST)