રાજકોટ
News of Tuesday, 13th February 2018

ગુજરાતી ફિલ્મ જગતના વિકાસની પારાવાર શકયતાઓઃ ગુરુપદમજી

શ્રીદેવીને રજૂ કરનાર ફિલ્મ પ્રોડયુસર 'અકિલા'ની મુલાકાતે : 'પહેલો દિવસ' ફિલ્મને જબ્બર રિસ્પોન્સ * 'શ્રીમતીજીને સાંભળો' ફિલ્મનું શૂટિંગ રાજકોટમાં થશે * 'પહેલો દિવસ' ફિલ્મમાં પંકજ ભટ્ટનું સંગીત છવાયું

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગુરુપદમજી, પંકજભાઇ ભટ્ટ, પ્રદીપસિંહ જાડેજા, મીતેશભાઇ, ઉમેશભાઇ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩ :.. અનેક સફળ ફિલ્મો આપનાર પ્રોડયુસર આર. વી. ગુરુપદમજી આજે 'અકિલા' ની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના વિકાસની શકયતાઓ પારાવાર છે.

ગુરુપદમજીએ પ્રથમ ગુજરાતી ફિલ્મ 'પહેલો દિવસ' નિર્માણ કરી છે. શુક્રવારે રીલીઝ થઇ હતી, જેને જબ્બર રિસ્પોન્સ મળ્યો છે.કોલેજ લાઇફ દરેક વ્યકિતના જીવનનો યાદગાર પાર્ટ છે. કારણ કે તે સમયની મસ્તી જિંદગીભરનું સંભારણું બની રહે છે. કંઇક આવા જ સબજેકટ સાથે ફિલ્મ પહેલો દિવસ રીલીઝ થઇ રહી છે. જેમાં કોલેજ લાઇફની મસ્તી અને યંગિસ્તાનના વિચારોને પડદા પર રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મની રસપદ વાત એ છે કે ફિલ્મના પ્રોડયુસર આર. વી. ગુરુપદમ છે. જેઓને અત્યાર સુધીમાં ઘણી સાઉથની ફિલ્મો બનાવી છે. તેઓ દ્વારા આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ફિલ્મના પ્રમોશન માટે પ્રોડયુસરની સાથે ફિલ્મના મ્યુઝિક ડાયરેકટર અને ગુજરાત રાજય સંગીત કલા અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ આજે અમારા પ્રેસના મહેમાન બન્યા હતાં. આર. વી. ગુરુપદમે જણાવ્યું હતું કે, હું જયારે ગુજરાતમાં આવ્યો ત્યારે મને લાગ્યું કે ગુજરાતી ફિલ્મોમાં પણ થોડા હાથ અજમાવવો જોઇએ. આ દરમિયાન ઘણા મારા મિત્રો પણ મને મળ્યા તેઓએ પણ મને ગુજરાતી ફિલ્મો વિશે જણાવ્યું હતું. તેથી મેં આ ફિલ્મ બનાવાની તૈયારી દર્શાવી. ફિલ્મમાં તમને રિયલ કોલેજ લાઇફ જોવા મળશે. ફિલ્મ જોનારને જરૂરથી એવું લાગશે કે તે પોતે કોલેજ લાઇફનો અનુભવ કરી રહ્યા છે. ફિલમને યંગસ્ટર્સ સાથે જોડવા માટે ફિલ્મમાં સંગીત અને ફાઇટીંગ સીન્સ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મ્યુઝિક ડાયરેકટર પંકજ ભટ્ટે જણાવ્યું હતું કે, અમે આ ફિલ્મમાં  ૬ ગીતો રજૂ રહ્યા છીએ દરેક સોંગ એક ખાસ સિચ્યુએશનમાં  જ મુકમવામાં આવ્યું છે. ફિલ્મમાં સાઉથનો ટચ હોવાથી ફિલ્મમાં રોક મ્યુઝિક સાંભળવા મળશે. સાથે જ ફિલ્મમાં ભારતના જાણીતા સિંગર્સે પોતાને અવાજ આપ્યો છે. અમે એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું કે ફિલ્મ કોલેજ લાઇફ પર હોવાથી મ્યુઝિક પર યંગસ્ટર્સને પસંદ પડે તેવું રાખવામાં આવ્યું છે.

ગુરુપદમજી કહે છે કે, ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને અપ-કરવા આયોજન કરવું જરૂરી છે. અત્યાધુનિક ફિલ્મ સ્ટુડીયોનું નિર્માણ  થવું જોઇએ. ફિલ્મ સીટી વિકસાવીને તેમાં વિવિધ સુવિધાઓ નિર્માણ કરવી જોઇએ. આવો વિકાસ થાય તો ઓછામાં ઓછા બે લાખ જેટલા લોકોને રોજગારી પ્રાપ્ત થઇ શકે તેમ છે.પ્રોડયુસર ગુરુપદમજીએ શ્રીદેવીને રજૂ કરી હતી. 'અકલમંદ' ફિલ્મમાં હિરોઇન તરીકે લીધી હતી. બાદમાં શ્રીદેવી ફિલ્મ જગતમાં છવાઇ ગઇ હતી. આવા મોટાગજાના પ્રોડયુસર પદમજીએ હવે ગુજરાતી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. 'પહેલો દિવસ' ફિલ્મને જબ્બર રિસ્પોન્સ મળ્યો છે. હવે 'શ્રીમતીજીને સાંભળો' ફિલ્મ નિર્માણ કરશે. આ ફિલ્મ રાજકોટમાં શૂટીંગ કરવાની ઘોષણા તેઓએ કરી છે.

(4:28 pm IST)