રાજકોટ
News of Tuesday, 13th February 2018

રાજનગર સર્કલમાં કપડા વગરની પ્રતિમાઓ મુકાતા હોબાળો

''એક બીજાની મદદથીજ માણસ ઉંચાઇ પર પહોંચે છે'' તેવી થીમ દર્શાવતી પ્રતિમાઓ મુકવામાં આવી છેઃ હજુ કપડા પહેરાવવાના બાકી હોઇ પ્રતિમાંઓ અભદ્ર લાગતા વિસ્તારવાસીઓમાં જબ્બર રોષઃ અંતે કપડુ ઢાંકી કામ શરૂ

હોબાળો સર્જનાર પ્રતિમાઓઃ રાજનગર ચોકમાં કપડા વગરની પ્રતિમાઓ મુકવામાં આવી છે.તે બાબતે જબરો દેકારો બોલી ગયો હતો. તસ્વીરમાં આ પ્રતિમાઓની ડિઝાઇન દર્શાય છે.

રાજકોટ તા.૧૩ : મ્યુ.કોર્પોરેશન દ્વારા શહેરના ટ્રાફીક સર્કલોમાં લોક ભાગીદારીથી બ્યુટીફીકેશન હાથ ધરાયુ છે અને સર્કલમાં સામાજીક સંદેશો આપતી પ્રતિમાઓ મુકવામાં આવી રહી છ.ે

આ પ્રોજેકટ હેઠળ નાનામવા રોડ તરફના રાજનગર ચોકમાં કપડા વગરની નગ્ન પ્રતિમાઓ મુકવામાં આવતા જબ્બરો હોબાળો મચી ગયેલ અંતે તંત્ર વાહકોએ કપડા ઢાંકીને કામ શરૂ કરતા મામલો થાળે પડયો છે.

આ અંગે વિસ્તારવાસીઓમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ રાજનગર ચોકમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિમાઓ મુકવાનું કામ ચાલુ થયું છે જેમાં કપડા વગરની અભદ્ર લાગતી માનવ પ્રતિમાઓ મુકવામાં આવતા અહીથી પસાર થતા વિસ્તારવાસી ભાઇ બહેનોનો ક્ષોભજનક સ્થીતીમાં મુકાવુ પડતું  હતું.

દરમિયાન આસપાસના વિસ્તારવાસીઓમાં આ બાબતે તંત્ર સામે જબરો રોષ ફેલાયો હતો લતાવાસીઓના ટોળાએ હોબાળો મચાવીને કામ બંધ કરાવ્યું હતું. જો કે બાદમાં ઢાંકીને કામ શરૂ કરવામાં આવતા મામલો થાળે પડયો હતો.

દરમ્યાન આ બાબતે અધિકારીઓએ  એવી સ્પષ્ટતા કરી હતી કે સર્કલના ડેવલપર એકબીજાની મદદથીજ માણસ ઉંચાઇ પ્રાપ્ત કરી શકે તેવી થાય ઉપર આ સર્કલમાં પ્રતિમાઓ મુકવામાં આવી રહી છે.

આ પ્રતિમાઓને કપડા પહેરાવાશે. ત્યાર બાદ રંગરોગાન થશે. ત્યારે આ ટ્રાફીક અને લોકો માટે ધ્યાનાકર્ષક અતિ સુંદર સર્કલ બની રહેશે.

જો કે શરૂ આતમા કપડા પહેરાવ્યા વગરની મુકાતા લોકોને એવ લાગ્યું હતું કે આવાજ નગ્ન પ્રતિમાઓ કાયમી ધોરણે રહશેે તેથી લોકોએ વિરોધ કર્યો હતો પરંતુ હવે કપડુ-ઢાંકીને કામ શરૂ કરાયું છ.ે આજે પ્રતિમાઓ કપડા સહીત તૈયાર થયા બાદજ તેનું અનાવરણ થશે તેવો નિર્ણય લેવાતા મામલો થાળે પડયો છે અને કામ શરૂ થઇ ગયું છ.ે

(4:16 pm IST)