રાજકોટ
News of Tuesday, 13th February 2018

દાણાપીઠ-સટ્ટાબજાર વોકળા પર રોડ મંજુર તંત્રનો આભાર માનતુ આર.સી.એકસ

રાજકોટ તા.૧૩: મહાનગરપાલિકાના વોર્ડ નં.૩માં સમાવિષ્ટ દાણાપીઠ, સટ્ટાબજાર, મોચી બજાર, રૈયાનાકા બજારગ અને પરાબજાર સહિતની બજારોના ૨૦૦૦ દુકાનદાર વેપારીઓને નડતરરૂપ ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે રાજકોટ કોમોડીટી એકસચેઇન્જ લિમિટેડની બેઠકમાં ચેરમેન રાજુભાઇ પોબારૂના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકામાં રજુઆત કરવા સર્વાનુંમતે ઠરાવ કરાયો હતો.

ઉપરોકત ઠરાવ પસાર કર્યા બાદ મેયર, મ્યુ.કમિશ્નરને પત્ર પાઠવી દાણાપીઠ-સટ્ટાબજારની પાછળ આવેલા રાજાશાહી વખતના વોંકળા પર બીમ-કોલમ સાથે સ્લેબ ભરાઇ તો અંદાજે ૩૦ ફુટનો પાકો રસ્તો બની શકે અને તે રસ્તા પર દાણાપીઠથી સીધા આઇ.પી.મીશન સ્કુલ પાસે નીકળી શકાય. આ રસ્તો બનાવવાથી દાણાપીઠની ટ્રાફિક સમસ્યા ઉકેલાશે તેવું સુચન કરાયું હતું.

આ પત્રના અનુસંધાને મહાનગરપાલિકાના અધિકારીઓ અને શાસકોની ટીમે સ્થળ પર આવી નિરીક્ષણ કર્યુ હતું, તેમજ યોગ્ય કરવા ખાતરી આપી હતી. અને તાજેતરમાં મહાનગરપાલિકાના વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં દાણાપીઠ-સટ્ટાબજારના વોંકળા માટે ૯ કરોડની ફાળવણી કરાઇ છે જે બદલ વેપારી મહાજનો માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક નેતા અરવિંદભાઇ રૈયાણી, શાસક પક્ષના દંડક રાજુભાઇ અધેરા, દિનેશભાઇ કારીયા-ડાયરેકટર, ગુજરાત ફુડ કમીશન, વોર્ડ નં.૩ના કોર્પોરેટર અતુલભાઇ રાજાણી, વોર્ડ નં.૨ના કોર્પોરેટર મનિષભાઇ રાડીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુ.કમિશ્નર બંછાનિધી પાની, ડે.કમિશ્નર સી.કે.નંદાણી સહિત મહાનગરપાલિકાની સમગ્ર ટીમનો જાહેર આભાર વ્યકત કરે છે.

આ સમસ્યા ઉકેલવાબદલ ય્ઘ્હ્રની રાજુભાઇ પોબારૂના અધ્યક્ષ સ્થાને મળેલ બોર્ડ મિટીંગમાં આભાર પ્રસ્તાવ પણ પસાર કરાયો હતો. આ બોર્ડ મીટીંગમાં વાઇસ ચેરમેન હર્ષદભાઇ વીઠલાણી, એકિઝકયુટીવ ડાયરકેટર પી.બી.પાઠક, ડાયરેકટર અને ભરતભાઇ વસા તથા ડાયરેકટર સિધ્ધાર્થભાઇ પોબારૂ, કમલભાઇ પારેખ,કમલેશભાઇ શાહ, રાજુભાઇ કોટેચા, ગીરીશભાઇ રાજપરા તથા હસમુખભાઇ સેજપાલ હાજર હતા. સમગ્ર બોર્ડ મીટીંગનું સંચાલન એકિઝકયુટીવ ડાયરેકટર પી.બી.પાઠકે કરેલ હતુ.

(4:07 pm IST)