રાજકોટ
News of Tuesday, 13th February 2018

સરકારી હોસ્પીટલોની સ્થિતિ અંગે કમિશ્નરને વાકેફ કરતા ગોવિંદભાઇ

રાજકોટ, તા.,૧૧: હોસ્પીટલ ઝનાના હોસ્પીટલ તેમજ ગુંદાવાડી ખાતેની પદ્યકુંવરબા હોસ્પીટલના પ્રશ્નો અંગે ધારાસભ્યશ્રી ગોવિંદ પટેલ તથા રોગી કલ્યાણ સમીતીના સભ્યોએ રાજય સરકારના હેલ્થ કમિશ્નર શ્રીમતી જયંતી રવિના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી હતી.

જેમાં સિવિલ સર્જન ડીન પદ્યકુંવરબા હોસ્પીટલના ડો.રૂપાલી મહેતા તેમજ વિવિધ વિભાગોના ડો.ની હાજરીમાં સિવિલ હોસ્પીટલનું તંત્ર વધુ વેગવંતુ બનાવવા, સ્વચ્છતા જાળવવા, દર્દીઓ અને સગાઓ સાથે સારો વ્યવહાર કરવા તેમજ હોસ્પીટલમાં ઘટતા ડોકટર્સ, મેડીકલ સાધનો અને વ્યવસ્થાની ઉંડાણ પુર્વક ચર્ચાઓ થયેલ. દવાઓ જે સ્ટોકમાં ન હોય તે રોગી કલ્યાણ સમીતી મારફત બજારમાંથી ખરીદીને પુરી પાડવી, ઇકો મશીન તુરંત ચાલુ કરાવવું, હોસ્પીટલના પટાંગણમાં ગેરકાયદેસરના વાહનો સીકયોરીટી મારફત દુર કરાવવા, કોન્ટ્રાકટ બેઇઝ પરના કર્મચારીને પુરતા પગાર અને વળતર મળે તે ચકાસવું, સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સેવા લેવી વગેરે બાબતો ધ્યાન પર લેવાઇ હતી.તેમ ધારાસભ્ય ગોવિંદ પટેલે એક યાદીમાં જણાવેલ છે.

(4:05 pm IST)