રાજકોટ
News of Tuesday, 13th February 2018

રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કનો વહીવટ નમૂના રૂપ ઓરિસ્સાથી બેન્કના પ્રતિનિધિઓ પ્રભાવિત

રાજકોટ, તા. ૧૩ :  શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેન્ક લી. ના જનરલ મેનેજરશ્રી વી.એમ. સખીયાના જણાવ્યા મુજબ સાંસદ પોરબંદર તથા વાઇસ ચેરમેન ઇફકોનાં વિઠ્ઠલભાઇ રાદડિયાના સુદૃઢ વહીવટથી શ્રીર ાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે બેંકના ચેરમેન તરીકે વિઠ્ઠલભાઇ કુશળ વહીવટના કારણે નાબાર્ડે પાયોનીયર બેન્ક તરીકે બિરદાવતા બેન્કના મોડેલ વહીવટથી પ્રભાવિત થઇ દેશની તમામ સહકારી બેન્કના સંચાલકોની શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ, બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આ બેન્કની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડૂતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ કરી અન્ય બેન્કો પણ તેનું અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડૂતોના વિકાસ લક્ષી પ્રવૃત્તિ કરે તેવા નાબાર્ડના અભિગમના ભાગરૂપે ઓરિસ્સા રાજયની શ્રી બાલાસોર ભદ્રક સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક લી.ના બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા અધિકારીશ્રીઓની બેન્કના પ્રેસીડેન્ટશ્રી રઘુનાથ લેં૦કા પ્રતિનિધિત્વ હેઠળની ટીમએ શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંકની ગઇકાલે ના રોજ મુલાકાત લઇ બેંકની વિવિધ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરેલ હતો.

શ્રી બાલાસોર ભદ્રક સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી.ના બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓ આ બેંકની ઉપરોકત બેનમુન કામગીરી, બેન્કની મુખ્ય કચેરીમાં ર૪ કલાક ૩૬પ દિવસ લોકર ઓપરેટીવ સુવિધા તેમજ રાત્રીના ૧૦-૦૦ વાગ્યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્યવસ્થા જોઇ પ્રભાવિત થયેલ અને આ બેન્કના ચેરમેન વિઠ્ઠલભાઇ રાદડિયા, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના મેનેજમેન્ટને ધન્યવાદ આપેલ. બેંકની મુખ્ય કચેરીની મુલાકાત બાદ બાલાસોર ભદ્રક સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકની ટીમ બેંક સાથે જોડાયેલ શ્રી ફતેપર જુથ સેવા સહકારી મંડળી લી.ની મુલાકાત લીધી હતી.

(4:03 pm IST)