રાજકોટ
News of Tuesday, 13th February 2018

પ્રયોગો બતાવવા વિજ્ઞાન શાળાઓને દ્વાર : મુખ્યમંત્રીએ નંબર પ્લેટ વિનાની ગાડીને લીલીઝંડી આપી દીધી !

રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષેનો રસ વધારવા ચાર ઝોન માટે 'વિજ્ઞાન તમારા દ્વારે' શીર્ષકથી મોબાઇલ લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. સરકારી શાળાઓમાં ધો. પ થી ૮ ના વિદ્યાર્થીઓને ઉપયોગી વૈજ્ઞાનિક પ્રયોગો બતાવવા માટે આ રથ દરરોજ જુદી જુદી શાળાઓમાં જશે. પ્રયોગ માટે જરૂરી સાધન સુવિધા અને શિક્ષકો રથમાં જ હશે. એક રથની પડતર કિંમત ૧પ લાખ જેટલી છે. ૪ દિવસ પહેલા શિક્ષણ વિભાગની ચિંન શિબિરમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર, મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાત ઝોનના રથને વિદાય આપેલ. જે વાહનમાં આ મોબાઇલ લેબોરેટરી તૈયાર કરાયેલ છે તેના પાસીંગની પ્રક્રિયા ગાંધીનગર આર.ટી.ઓ.માં થઇ છે. ગાડીમાં નંબર પ્લેટ આવી ન હોવાથી લીલીઝંડી પછી પણ તેનો ઉપયોગ થઇ શકતો નથી. મુખ્યમંત્રીએ એના લોકાર્પણનું મુહૂર્ત ઉતાવળે સારવી લીધેલ પરંતુ ઉપયોગનું મુહૂર્ત હવે નંબર પ્લેટ લાગ્યા પછી આવશે.

(3:51 pm IST)