રાજકોટ
News of Tuesday, 13th February 2018

અભિષેક-દર્શનનો લ્હાવો લેતા શિવ ભકતો

 આજે મહાશિવરાત્રીના પાવન પર્વે રાજકોટના શિવ મંદિરોમાં ભાવિક ભકતોએ વિશાળ સંખ્યામાં દર્શન અને જલાભિષેક, દુગ્ધાભિષેક, બીલ્વાભિષેકનો લાભ લીધો હતો. શહેરના પંચનાથ અને જાગનાથ મંદિર સહીતના શિવાલયો ભાવિકોના પગરવથી આજે ધમધમી ઉઠયા હતા. તસ્વીરમાં શિવભકિતમાં ઓતપ્રોત ભાવિકો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:49 pm IST)