રાજકોટ
News of Tuesday, 13th February 2018

ગાંધીગ્રામ અને ભગવતીપરામાં જૂગાર રમતાં ૧ પુરૂષ અને ૧૫ મહિલા પકડાયા

ગાંધીગ્રામ પોલીસે રંજન પરમારના ઘરમાં અને બી-ડિવીઝન પોલીસે જાહેરમાં દરોડો પાડ્યો

રાજકોટ તા. ૧૩: ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામમાં મહિલાના મકાનમાં દરોડો પાડી ૮ મહિલાને જૂગાર રમતી ઝડપીલઇ રૂ. ૨૦૪૫૦ની રોકડ તથા બી-ડિવીઝન પોલીસે ભગવતીપરા નંદનવન સોસાયટી બસ સ્ટેશનવાળી શેરીમાં દરોડો પાડી ૭ મહિલા સહિત ૮ને જૂગાર રમતાં ઝડપી લઇ રૂ. ૮૯૦૦ની રોકડ કબ્જે લીધી છે.

ગાંધીગ્રામના પી.એસ.આઇ. ડી.એ. ધાંધલીયા, પુષ્પાબેન પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, પરાક્રમસિંહ ઝાલા સહિતનો સ્ટાફે પુષ્પાબેનની બાતમી પરથી ગાંધીગ્રામ-૧૦/૧૨ના ખુણે સાંકળી ગલીમાં રહેતાં રંજનબેન નરેન્દ્રભાઇ પરમાર (ઉ.૪૨)ના ઘરમાં દરોડો પાડી તેને તથા રમાબેન દિનેશભાઇ લાંગા (ઉ.૪૨-રહે. બંસરી કોમ્પલેક્ષ ગાંધીગ્રામ), પ્રફુલાબા ભૂપતસિંહ ચોૈહાણ (ઉ.૩૨-રહે. ભારતીનગર-૧, ઉદય હોલ વાળી શેરી), રેશ્માબેન ઉર્ફ કાજલ જાહીદભાઇ સિદ્દીકી (ઉ.૩૦-રહે. આર.એમ.સી. કવાર્ટર રાણી ટાવર પાસે), પદ્દમાબેન જીતેન્દ્રભાઇ ગઢવી (ઉ.૫૦-રહે. બંસરી કોમ્પલેક્ષ ગાંધીગ્રામ એ-૩૦૨), કુસુમબેન દિપકભાઇ ચોૈહાણ (ઉ.૫૦-રહે. શ્યામનગર-૧ ગાંધીગ્રામ),  કાશ્મીરાબેન દિલીપભાઇ ભટ્ટ (ઉ.૩૯-રહે. ભારતીનગરના ખુણે) તથા સરોજબેન દિલીપભાઇ વ્યાસ (ઉ.૩૫-રહે. અયોધ્યા ચોક)ને પકડી લઇ રૂ. ૨૦૪૫૦ કબ્જે લીધા હતાં.

બીજો દરોડો બી-ડિવીઝનના પી.એસ.આઇ. આર. એસ. પટેલ, મહેશગીરી ગોસ્વામી, નિશાંતભાઇ પરમાર, દેવેન્દ્રસિંહ જાડેજા, મહેશ મંઢ, મહેશ ચાવડા, અજીતભાઇ લોખીલ સહિતે ભગવતીપરા નંદનવન સોસાયટી સબ સ્ટેશનવાળી શેરીમાં પાડી જાહેરમાં પત્તા ટીચતા મુસા ઇસ્માઇલભાઇ મુલતાની (ઉ.૫૫), રેશ્માબેન મકબુલભાઇ ઘાંચી (ઉ.૨૯), રૂકશાનાબેન યાસીનભાઇ ખીચી (ઉ.૧૭), માહીબેન કાસમભાઇ પઠાણ (ઉ.૨૩), આરઝૂબેન સિકંદરભાઇ કુરેશી (ઉ.૨૯), રઝીયાબેન આસીફભાઇ પરમાર (ઉ.૩૦), અફસાનાબેન અલ્લારખાભાઇ તેરવાડીયા (ઉ.૨૩) અને સમીરાબેન સિકંદરભાઇ ખીચી (ઉ.૨૪) (રહે. બધા ભગવતીપરા જયનંદનવન સોસાયટી-૨૨)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૮૯૦૦ની રોકડ કબ્જે લીધી હતી. (૧૪.૮)

(12:53 pm IST)