રાજકોટ
News of Wednesday, 13th January 2021

બિચ્છુ ગેંગ રાત્રીના અંધકારમાં નહિ વહેલી સવારે જ લૂટ કરેલ

અતીક મલેક મેઈન બોસઃ રાજકોટ અને ભુજ જેલમાં પાસામાં સજા ભોગવેલઃ ૧૪ ગુન્હા એને માટે સામાન્ય બાબાતઃ ગુજરાતભરમાં જાણીતી વડોદરાની કુખ્યાત ગેંગ અંગે જાણવા જેવું : ડીસીપી જયદીપસિંહ જાડેજા અને પીઆઈ એમ.આર. સોલંકી તથા પીઆઈ રાજેશ કાનમિયાં ટીમ દ્વારા આ ગેંગના ૩ને સકંજામાં લેવાયો છે

રાજકોટ તા.૧૩: વડોદરાની કુખ્યાત બિચ્છુ ગેંગના પરાક્રમ અવાર નવાર અખબારોના પાને ચમકવા સાથે આ ગેંગ ખૂબ જ ખતરનાક અને ઝનૂની હોવાનું માત્ર લોકો જ નહિ પોલીસ સ્ટાફ પણ ખાનગીમાં માની રહ્યો છે. તેવી આ ગેંગ વિષે જાણવામાં લોકોને ખૂબ ઉત્કંઠા છે તેવી આ કુવિખ્યાત ગેંગના  મુખ્ય સૂત્રધાર સહિત ૩ પોલીસના સકંજામાં આવી ગયા છે.  

પોલીસ સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આ ગેંગ રાત્રીના અંધકારમાં નહિ વહેલી સવારે લૂટ કરવાની કાર્ય પદ્ધતિ પોલીસની ભાશમાં કહી એ તો મોડેસ ઓપરેન્ડી ધરાવે છે.                 

શહેરમાં વધતા જતા લૂટ ગુન્હાઓના આરોપીઓને કોઈ પણ ભોગે ઝડપી લેવા બરોડા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જયદીપ સિંહ જાડેજા  દ્વારા ક્રાઇમ બ્રાન્ચ સાથે પીઆઇ એમ.આર.સોલંકી અને પીઆઇ રાજેશ કાનમિયા તથા એ.બી.જાડેજા ટીમને પણ વિશેષ જવાબદારી સુપરત કરતા આ ટીમ દ્વારા ગુન્હો કરવાની પદ્ધતિ આધારે ખાનગીમાં ચો તરફ વોચ ગોઠવી મુખ્ય સૂત્રધાર આતિક મલેક અને મહમદ સતાર અને ફૈઝલ શેખને ઝડપી લીધા હતા.અને મુદ્દામાલ તથા રોકડ કબજે કરેલ. બિચ્છુ ગેંગ ના સૂત્રધાર અને મહત્વના સાગરીતો ઝડપી લેવાતા લોકોમાં હર્ષ જાગ્યો છે. મહત્વના સૂત્રધાર અતિક મલેક દ્વારા વાહનની વ્યવસ્થા દ્વારા લૂટ કાર્ય બાદ લુંટના માલના નિકાલ માટે પણ ગેંગ દ્વાર ખાસ જવાબદારી સુપરત થાય છે. ભૂતકાળમાં સીપી મનોજ શશીધર   દવારા આકરી કાર્યવાહી થયેલ. અનુપમ સિહ ગેહલોત દ્વારા તો રાજકોટ સ્ટાઇલથી આગવી પદ્ધતિ મુજબ પગલા ભરાયેલ. એક તબક્કે તો આ અપરાધીઓને મૂર્ગા બનાવી ગુન્હા ન કરવાના સોગંદ લેતા વિડીઓ વાયરલ બનેલ.

(3:57 pm IST)