રાજકોટ
News of Sunday, 13th January 2019

રાજકોટમાં સ્વાઈન ફ્લુનો કહેર : વધુ છ રિપોર્ટ પોઝિટિવ :તંત્રમાં દોડધામ

જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં 33 પોઝિટિવ કેસ નોંધાયા :4 દર્દીઓના મોત થયા

રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે આજે રાજકોટમાં 6 જેટલા પોઝિટિવ કેસ નોધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે રાજકોટ શહેરના બે વ્યક્તિઓ તેમજ અમરેલી, મોરબી, અને કચ્છ જિલ્લાના એક એક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં 4 મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.

ચાલી મહિનામાં 13 દિવસમાં આશરે 33 જેટલા પોઝિટિવ કેશ નોઘાયા હતા જેમાંથી સારવાર દરમિયાન 4 દર્દીઓના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અત્યારે રાજકોટ સિવિલમાં અને ખાનગી હોસ્પિટલમાં આશરે 24 જેટલા સ્વાઇન ફલૂના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.    

   સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આધેડનું સ્વાઇનફલૂથી મોત થયું હતું. સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. રિપોર્ટમાં સ્વાઇન ફલૂ શંકાસ્પદ આવતા પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. મોતના પગલે સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી.

(8:17 pm IST)