રાજકોટ
News of Sunday, 13th January 2019

ચુનારાવાડ, સરધાર અને જંકશન પ્લોટમાં ચાઇનીઝ દોરો વેંચતા વિશાલ, શાહબુદ્દીન અને જયકિશનની ધરપકડઃ ૩૮ ફીરકી કબ્જે

રાજકોટઃ પોલીસે જુદા-જુદા સ્થળે દરોડા પાડી પ્રતિબંધીત ચાઇનીઝ દોરો વેંચતા ત્રણ શખ્સની ધરપકડ કરી ૩૮ ફીરકી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ચુનારાવાડ-૫માં ચામુંડા કૃપામાં રહેતાં વિશાલ મુકેશભાઇ ડાભી (ઉ.૨૦)ને ઘર પાસેના સ્ટોલમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરાની ૬ ફીરકી સાથે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી. ડી. જાદવ, એએસઆઇ બી. જે. જાડેજા અને સ્ટાફે પકડી લઇ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

જ્યારે સરધાર ગામમાં શાહબુદ્દીન બજરૂદ્દીન ભામાણી (ખોજા) (ઉ.૪૮) પ્રતિબંધીત ચાઇનીઝ દોરો વેંચતો હોઇ પીએસઆઇ વાઘેલા, કાળુભાઇ, જયેન્દ્રભાઇ સહિતના સ્ટાફે તેને રૂ. ૩૩૦૦ની ૧૧ ફિકરી સાથે પકડી લઇ જીપીએકટ ૧૧૭, ૧૩૧ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

આ ઉપરાંત ડીસીબીના પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ એચ. બી. ત્રિવેદી, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, હેડકોન્સ. હરેશગીરી, સામતભાઇ ગઢવી, સંજયભાઇ કુમારખાણીયા સહિતની ટીમે જંકશન પ્લોટ-૫માં આહૂજા જનરલ એન્ડ સિઝન સ્ટોરમાં દરોડો પાડી જયકિશન ગોધુમલ આહુજા (ઉ.૫૯)ને ચાઇનીઝ દોરાનું વેંચાણ કરતાં પકડી લઇ રૂ. ૫૨૫૦ની ૨૧ ફીરકી કબ્જે લીધી હતી.

(11:49 am IST)