રાજકોટ
News of Sunday, 13th January 2019

ચેમ્બર ચૂંટણી જંગઃ સમાધાનના દરવાજા બંધઃ હવે ૧૬મીએ થશે ચૂંટણીઃ પ્રચાર વેગમાં

રાજકોટ : રાજકોટ ચેમ્બરની હવે ચૂંટણી ફાઇનલ થઇ ગઇ છેઃ વાયબ્રન્ટ અને મહાજન પેનલ વચ્ચે ચૂંટણી થશેઃ વાયબ્રન્ટ પેનલમાં ર૪ સભ્યો છે જયારે મહાજન પેનલમાં ૧૧ ઉમેદવારો છે વાયબ્રન્ટનું નેતૃત્વ વી.પી. વૈષ્ણવ કરી રહ્યા છે જયારે મહાજન પેનલનું નેતૃત્વ સમીર શાહ કરી રહ્યાં છેઃ સમીર શાહની પેનલને સમજાવી ચૂંટણી મેદાનમાંથી  ખસી જવા બેઠકો થઇ હતી પણ તેનું કોઇ પરિણામ આવ્યું નથી તેથી હવે ૧૬ મીએ મતદાન થશેઃ આ ચૂંટણી માટે બંને પેનલોએ પોતપોતાની રીતે પ્રચાર શરૂ કરી દીધો છેઃ વેપારીઓની આ સંસ્થામાં ૪પ૦૦ થી વધુ મતદારો છેઃ ૧૬ મીએ સવારે ૧૧ થી સાંજે ૬ સુધી મતદાન થશેઃ બંને પેનલોએ વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો છેઃ વી. પી. વૈષ્ણવે કહયું છે કે, અમને વિશ્વાસ છે કે અમારી ર૪ સભ્યોની તરફેણમાં મતદારો મતદાન કરશે કારણ કે અમારી પેનલમાં સમાજના દરેક વર્ગ, દરેક જ્ઞાતિ, દરેક સેકટરના ઉમેદવારો છેઃ સામી પેનલ પણ વિજયનો દાવો કરી રહી છે. (પ-૩ર)

(3:53 pm IST)