રાજકોટ
News of Saturday, 13th January 2018

પતંગ - દોરામાં જામી ઘરાકીઃ લાવો... લાવો... ને બસ લાવો...

રાજકોટ :. આવતીકાલે મકરસંક્રાંતિ સંદર્ભે આજે પતંગ-દોરા લેવા ફુલ ઘરાકી જામી છે. સદર બજારમાં મેઈન પતંગ બજારની તસ્વીર પણ આવુ કહી જાય છે. અંદાજે નાના-મોટા ૨૦૦થી વધુ વેપારીઓને ત્યાં શહેરીજનો ઉમટી પડયા છે. લાવો જે ભાવ હોય તે પણ પતંગ, દોરો, ચીપટી, ગુંદરપટ્ટી આપો. જબરી પૂછતાછ છે, જમાવટ છે, કાલે સવારથી દરેક અગાશી ઉપર કાપ્યો.. લપેટ..ની બૂમો, ડાન્સ વીથ ધમાલ, ખાણી-પીણીની મોજ જામશે તે પણ હકીકત છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:26 pm IST)