રાજકોટ
News of Saturday, 13th January 2018

વિપક્ષી નેતાએ ઉજવી સ્વદેશી ઉતરાયણ

વસરામભાઇ સાગઠિયા પરિવારના ટ્રસ્ટ દ્વારા રેસકોર્ષમાં વિકલાંગ પછાત અને અનાથ બાળકો માટે યોજાયો પતંગ મહોત્સવઃ ડી.સી.પી.કરણ રાજ વાઘેલા, ડીસ્ટ્રીકટ જજ શ્રી રાઠોડ, પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા સહીત અગ્રણીઓની ઉપસ્થીતીઃ ૭૦૦ બાળકોએ મોજ માણી

વિપક્ષી કોંગ્રેસના નેતા વસરામ સાગઠિયાના માર્ગદર્શન હેઠળ આજે રેસકોર્ષમાં પછાત-અનાથ અને વિકલાંગ બાળકો માટે ખાસ પતંગઉત્સવ યોજાયો હતો. તે પ્રસંગની તસ્વીરમાં આ સેવાકાર્યને બિરદાવવા ઉપસ્થિત રહેલ ડીસીપી કરણરાજ વાઘેલા, પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા મહેમાનો ત્થા બાળકોને પતંગ-ફીરકીનુ વિતરણ કરાયુ હતુ તે નજરે પડે છે તેમજ નાસ્તો અને રમત-ગમતની મોજ માણી રહેલા નિર્દોષ ભૂલકાઓ દર્શાય છે.

રાજકોટ તા.૧૩ :. મ્યુ. કોર્પોરેશનના વિપક્ષીનેતા વસરામભાઇ સાગઠિયા પરિવારના અલમીન માનવ સેવા ટ્રસ્ટના ઉપક્રમે રેસકોર્ષમાં વિશીષ્ટ પ્રકારની લાગણી સભર સ્વદેશી ઉતરાયણ આજે સવારે યોજાઇ હતી. જેમાં અનાથ-પછાત અને વિકલાંગ બાળકોને પતંગ-ફીરકીનું વિતરણ અને નાસ્તા સહીતના આયોજનો થયેલ હતા.

આ સેવાકાર્યને બીરદાવતા ડી.સી.પી. કરણરાજ વાઘેલાએ વશરામભાઈ સાગઠીયા દ્વારા આયોજીત આ પતંગ ઉત્સવના કાર્યને બીરદાવીને જણાવ્યુ હતુ કે, જાહેરજીવનની સાથે સામાજીક રીતે અનેકવિધ પ્રવૃતિઓ કરતા વશરામભાઈ સાગઠીયા સમાજ માટે એક નવો રાહ ચીંધે છે.

આ પ્રસંગે વીકલાંગ બાળકો તેમજ પછાત બાળકો માટે પતંગોત્સવ તેમજ રમત-ગમતની વિવિધ રાઈડસની મોજ માણી બાળકો આખો દિવસ માણે છે તેવી શુભેચ્છાએ પાઠવી હતી.

ઉપસ્થિત કોર્પોરેટરો વતી પ્રતિભાવ આપતા પૂર્વ વિપક્ષી નેતા શ્રીમતી ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યુ હતુ કે જાહેર જીવનની સાથે સામાજીક જવાબદારી નિભાવી રહેલા વશરામભાઈ સાગઠીયા સમાજ માટે પ્રેરણારૂપ છે અને જ્યારે કોંગ્રેસ પરિવારના સભ્યોએ આયોજન કર્યુ છે, ત્યારે સૌને તેનુ ગૌરવ છે કેમ કે કોઈ પણ પ્રકારના તાયફાઓ સ્વખર્ચે આ વિશિષ્ઠ અને લાગણીભર્યુ સેવાકાર્ય બિરદાવવા લાયક છે.

આ તકે વશરામભાઈ સાગઠીયાએ માતા-પિતાના નામ ઉપરથી શરૂ કરાયેલ આ ટ્રસ્ટની સામાજીક પ્રવૃતિઓનો વિસ્તૃત ચિતાર આપી ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.

કાર્યક્રમમાં ડીસીપી કરણરાજ વાઘેલા, ઉપરાંત ડીસ્ટ્રીકટ જજ શ્રી રાઠોડ, બાબુભાઈ ડાભી, પૂર્વ નાયબ નિયામક કે.જી. કન્નર, પૂર્વ ડીસ્ટ્રીકટ જજ કે.બી. રાઠોડ, અલ્કેશ ચાવડા, મનુભાઈ ધાધલ, ભીમજીભાઈ મકવાણા, મયુરસિંહ જાડેજા, લોધીકાના જેન્તીભાઈ, મહેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ બથવાર, જેઠાભાઈ સાગઠીયા, ચનાભાઈ સાગઠીયા, ડાયાભાઈ સાગઠીયા, ખીમજીભાઈ સાગઠીયા, તેમજ કોર્પોરેટરો ગીતાબેન પુરબીયા, દિલીપભાઇ, સીમીબેન જાદવ, રેખાબેન ગજેરા, વસંતબેન માલવી, ઘનશ્યામસિંહ જાડેજા, પરેશભાઇ હરસોડા, ઉવશીબા  જાડેજા, વિજયભાઇ વાંક, સંજયભાઇ અજુડીયા, જાગૃતિબેન ડાંગર, રવજીભાઇ ખીમસુરીયા, નીતિનભાઇ રામાણી, મારૂબેન હેરભા, ભાનુબેન સોરાણી, મકબુલભાઇ દાઉદાણી, રસીલાબેન ગરૈયા, હારૂનભાઇ ડાકોરા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, ઘનશ્યામસિંહ જાડેજા, મેનાબેન જાદવ, ધર્મીષ્ઠાબા જાડેજા, નિર્મળભાઇ મારૂ, જયંતીભાઇ બુટાણી, પ્રભાતભાઇ ડાંગર, રામભાઇ હેરભા, પ્રવિણભાઇ સૈરાણી, સુરેશભાઇ ગરૈયા, રસીકભાઇ ભટ્ટ, બીપીનભાઇ દવે, શૈલેષભાઇ ટાંક, શૈલેશભાઇ જાદવ તેમજ કોંગ્રેસ પરિવારના અગ્રણી અશોકસિંહ વાઘેલા, દીપકભાઇ પૂરબીયા, અનિલભાઇ જાદવ, ઠાકરશીભાઇ ગજેરા, મયુરભાઇ માલવી, કનકસિંહ જાડેજા, ગોપાલભાઇ અનડકટ, જગદીશભાઇ સખીયા, યુવરાજસિંહ ઝાલા, કિશન પરસાડીયા, ચેતનભાઇ માણસુરીયા, ભાવેશ પટેલ, લલીત પરમાર, રાજુભાઇ સાગઠીયા, તળશીભાઇ, હિરાભાઇ પરમાર, વશરામભાઇ ચાંડપા, આણંદભાઇ ચાવડા, બીપીનભાઇ રાઠોડ, વાલજીભાઇ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી વિપક્ષી નેતાના આ કાર્યને બિરદાવ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના સભ્યશ્રી બીપીનભાઇ સાગઠીયા, નરેશભાઇ પરમાર, હિરાલાલ પરમાર, અરવિંદભાઇ મૂછડીયા, ભીમજીભાઇ મકવાણા, પુનાભાઇ ચાવડા, તુલશીભાઇ, દેવજીભાઇ સોલંકી, ભાણાભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ વિરલ ભટ્ટ (કોંગ્રેસ કાર્યાલય મંત્રી)ની યાદીમાં જણાવાયું છે.(૨-૨૨)

(4:14 pm IST)