રાજકોટ
News of Saturday, 13th January 2018

પૂ.વીરદાદા જશરાજજીને શ્રધ્ધાંજલી સ્વરૂપે ૨૨ જાન્યુઆરીએ

રઘુવંશી પરિવાર દ્વારા નાત જમણનું આયોજન

રાજકોટ, તા.૧૩ : રઘુવંશી પરિવાર દ્વારા સેવાકિય, સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક, શૈક્ષણીક, મેડીકલ, અને જ્ઞાતિ સંગઠનાત્માક પ્રવૃત્તિઓ રઘુવંશી પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સતત કરવામાં આવે છે. પૂ.વીરદાદા જશરાજજીને શ્રધ્ધાંજલી સ્વરૂપે સતત ચોથા વર્ષે રઘુવંશી પરિવાર દ્વારા લાખો રઘુવંશીઓના નાત જમણનું આયોજન તા.૨૨ને સોમવારના રોજ સાંજે ૫ વાગ્યાથી રેસકોર્ષ મેદાન ખાતે કરેલ છે. 

આવી જ એક મિટીંગમાં માર્ગદર્શન આપનાર રઘુવંશી પરિવારના મોભી શ્રી પ્રતાપભાઈ કોટક જ્ઞાતિ એકતાના આ પ્રસંગે સૌને તન-મન-ધનથી સક્રિય થઈ જવા હાકલ કરી હતી. જ્ઞાતિના વડિલ જાણીતા લેખક અને  વિચારક ઘનશ્યામભાઈ ઠક્કરે વીરદાદા જશરાજજીની શહીદીનો પૌરાણીક ઈતિહાસ સૌને વર્ણવી મંત્રમુગ્ધ કર્યા હતા. જાણીતા વેપારી અગ્રણી સુરેશભાઈ ચંદારાણાએ દરેક વર્ષની જેમ આ વખતે પણ માર્કેટીંગ યાર્ડ તેમજ સમાજની સૌ વેપારી મિત્રોના સહકારની ખાતરી રઘુવંશી પરિવારને આપી હતી.  પૂર્વ મેયર અને લોહાણા સમાજના ઘરદીવડા જેવા જનકભાઈ કોટકે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય સમગ્ર આયોજનને ક્ષતી શૂન્ય બનાવવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવા હાકલ કરી હતી. અશોકભાઈ હિન્ડોચાએ વૈશ્વિક લેવલે સૌ રઘુવંશીઓને આમંત્રણ પહોંચે તે માટે વ્યવસ્થા કરવાનું સુચન આપેલ હતું.

આ તકે રઘુવંશી અગ્રણી પ્રવિણભાઈ કાનાબારે જોમ અને જુસ્સા સાથે સંગઠનના કાર્યમાં જોડાઈ જઈએ રઘુવંશી પરિવારના પ્રણેતા શ્રી હસુભાઈ ભગદેવે નાત જમણની સાથોસાથ થેલેસેમિયાના કેમ્પ માટે પણ શકય પ્રયત્નો દર વર્ષની માફક આ વખતે પણ થશે તે ખાતરી સૌને આપી હતી.

લોહાણા નાત જમણની વધુ માહિતી માટે દરરોજ સાંજે ૫ થી મોડી રાત્રી સુધી કાર્યલયનો સંપર્ક કરવોે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા રઘુવંશી પરિવાર મધ્યસ્થ કાર્યાલયએ (જાગનાથ મંદિર ચોક) રાજકોટ ખાતે દરરોજ શ્રેષ્ઠીઓની મિટીંગનો ધમધમાટ ચાલી રહ્યો છે. (૨૪.૫)

 

(4:09 pm IST)