રાજકોટ
News of Saturday, 13th January 2018

દારૂના ગુનામાં ફરાર રાજેશ ઉર્ફ રાજીયો મકવાણા (કોળી) પકડાયો

અગાઉ લૂંટ, જૂગાર, મારામારીમાં અગાઉ સંડોવાઇ ચુકયો છે

રાજકોટઃ દારૂના ગુનામાં ફરાર રાજેશ ઉર્ફ રાજીયો છગનભાઇ મકવાણા (ઉ.૩૦) (રહે. લાલપરી પાસે મફતીયા પરા)ને બીઅડિવીઝનના પી.એસ.આઇ. એમ. એમ. ઝાલા, પી.બી. જેબલીયાની બાતમી પરથી પકડી લેવાયો છે. પોલીસના કહેવા મુજબ આ કોળી શખ્સ વિરૂધ્ધ અગાઉ બી-ડિવીઝન પોલીસ મથકમાં જ મારામારી, લૂંટ, જૂગાર અને દારૂના ગુના નોંધાઇ ચુકયા છે. કામગીરમાં હિતેન્દ્રસિંહ એમ. ઝાલા, કોન્સ. મનોજ મકવાણા, હંસરાજભાઇ ઝાપડીયા અને કુલદીપસિંહ ચુડાસમા તથા હોમગાર્ડ હિતેષ માલકીયા પણ જોડાયા હતાં.

(1:04 pm IST)