રાજકોટ
News of Saturday, 13th January 2018

છોકરીને ભગાડી જવાના મુદ્દે પિન્ટૂને રઘાભાઇએ ઘુસ્તા-પાટા મારી છરી ઝીંકી

અગાઉ કેસ થયો હોઇ સમાધાન માટે મોરબીથી વાત કરવા રાજકોટ આવ્યો ને ડખ્ખો થયો

રાજકોટ તા. ૧૩: મોરબીના સનાળા રોડ પર વિજયનગરમાં રહેતો પિન્ટૂ પપ્પુભાઇ વિકાણી (ઉ.૨૧) સાંજે રાજકોટમાં મોરબી રોડ જકાતનાકા પાસે હતો ત્યારે ત્યાં જ રહેતાં રઘા દેવીપૂજકે ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારતાં તેમજ જમણા સાથળમાં છરી દેવાતાં સારવાર માટે દાખલ થયો હતો.

બી-ડિવીઝનના પી.એસ.આઇ. એમ. એમ. ઝાલાએ પિન્ટૂની ફરિયાદ પરથી રઘા સામે ગુનો નોંધ્યો છે. તપાસમાં ખુલ્યા મુજબ અગાઉ પિન્ટૂ રઘાભાઇની દિકરીને ભગાડી ગયો હતો અને તે બાબતે કેસ પણ થયો હતો. તેના સમાધાન માટે વાત કરવા ગત સાંજે પિન્ટૂ રાજકોટ રઘાભાઇ પાસે આવતાં માથાકુટ થઇ હતી અને હુમલો કરાયો હતો.

(1:03 pm IST)