દારૂના જુદા-જુદા બે કેસમાં આઠ માસથી નાસતો ફરતો આરીફ ઉર્ફે ભોલો પકડાયો
આરીફ અગાઉ ભકિતનગર બી ડિવીઝન, થોરાળા અને એ ડિવીઝનમાં ૬ દારૂનાં કેસમાં પકડાયો હતો
રાજકોટ તા.૧૨: ભકિતનગર વિસ્તારમાં દારૂના જુદા-જુદા બે ગુનામાં આઠ માસથી ફરાર જંગલેશ્વરનો મુસ્લિમ શખ્સને ભકિતનગર પોલીસે પકડી લીધો છે.
મળતી વિગતો મુજબ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ, પ્રતાપસિંહ, સલીમભાઇ, વિક્રમભાઇ, દેવાભાઇ અને રાજેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઇ ધાખડા અને હેડ કોન્સ. સલીમભાઇને મળેલી બાતમીના આધારે જંગલેશ્વર શેરી નં.૨૯માં રહેતો આરીફ ઉર્ફે ભોલા બાપુ અમીરમીયા પીરજાદા (ઉ.વ.૨૮)ને પકડી લીધો હતો. આરીફ ભકિતનગર પોલીસ મથક હેઠળના બે અલગ અલગ દારૂના કેસમાં આઠ માસથી ફરાર હતો. તે અગાઉ દારૂના ગુન્હામાં ભકિતનગર, થોરાળા અને બી ડિવીઝન તથા એ ડિવીઝન પોલીસ મથકમાં પકડાઇ ચુકયો છે.