રાજકોટ
News of Tuesday, 12th November 2019

રાત્રે રાજકોટમાં અચાનક વરસાદથી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલી 20 હજાર ગુણી મગફળી પલળી ગઈ

રાજકોટમાં રાત્રે અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મગફળી પલળી ગઈ હતી. માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં આવેલી મગફળીની આશરે 20 હજાર જેટલી ગુણી પલળી ગઈ હતી. યાર્ડની અંદર ખેડૂતોની મગફળી સાચવવા માટે સેડની વ્યવસ્થા નથી.

(12:35 am IST)