રાજકોટ
News of Tuesday, 12th November 2019

રાત્રે આઠ વાગ્યે રાજકોટના વાતાવરણમાં પલટો : ઓચિંતો વરસાદ ચાલુ : છેલ્લી 20 મિનિટથી એકધારો વરસાદ વરસતા રસ્તાઓ ભીના: વરસાદનું જોર વધ્યું

ઓચિંતા વરસાદથી લોકોમાં અફરાતફરીનો માહોલ : વાહનચાલકોમાં પણ દોડધામ :

રાજકોટ : રાજકોટમાંઆ આજે રાત્રે આઠ વાગ્યે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ શરુ થયો છે ઓચિંતા વરસાદને કારણે લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી લોકો વરસાદથી બચવા રીતસર દોડધામ કરી હતી છેલ્લી 20 મિનિટથી એકધારો વરસાદ ચાલુ છે અને રસ્તાઓ ભીના થયા છે રાત્રે વેપારીવર્ગને ઘરે જવાના સમયે અચાનક વરસાદ વરસતા દુકાનદારો અને વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી છે

                       આ લખાઈ છે ત્યારે રાત્રે 8-30 વાગ્યે વરસાદનું જોર વધ્યું છે અને ધોધમાર વરસાદ વરસી રહયો છે અને રસ્તાઓમાં નદીઓ વહી છે

(8:33 pm IST)