રાજકોટ
News of Tuesday, 12th November 2019

કોંગ્રેસના દેશવ્‍યાપી આંદોલનમાં ૧૪ મીએ યોજાનાર રેલીને સફળ બનાવવા રણનીતિ ઘડતાં અશોક ડાંગર

રાજકોટ : ગઇકાલે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સવારે ૧૦.૦૦ કલાકે વોર્ડ પ્રમુખો અને ફ્રન્‍ટલ સેલ પ્રમુખો ની મિટિંગ બોલાવવામાં આવેલ અને સાંજે ૪.૩૦ કલાકે કોર્પોરેટરો ની મિટિંગ બોલાવવામાં આવેલ હતી જેમાં તા. ૧૪ની રેલીને સફળ બનાવવા માટેની તેમજ ભવિષ્‍યના નવા આંદોલનો અને પાર્ટી સંગઠનને લાગતી ચર્ચાઓ કરવામાં આવેલ હતી આ બેઠકમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા અને ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા ઉપસ્‍થિત રહ્યાં હતા.તે વખતની તસ્‍વીરો. 

 

 

 

(4:35 pm IST)