રાજકોટ
News of Tuesday, 12th November 2019

પાંજરાપોળ પાસેથી બી-ડીવીઝન પોલીસે દારૂની પ૦ બોટલ કબ્જે કરી

રાજકોટ : શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી.જે. ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ  કોન્સ. પરેશભાઇ સોઢીયા તથા હોમગાર્ડના રવીભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ભાવનગર રોડ પર પાંજરાપોળ શેરી નં.રમાં નાલા નીચેથી રૂ. ર૦ હજારની કિંમતની દારૂની પ૦ બોટલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

(4:16 pm IST)