વોર્ડ નં.૧૦માં રૂડાનગર ખાતે પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત
રાજકોટ : વોર્ડ નં.૧૦ના ભાજપના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસ કાર્યો ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ પર રૂડાનગરમાં પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું તે વખતની તસ્વીર. વોર્ડ નં.૧૦માં મકાલાવડ રોડ પર રૂડાનગરમાં પેવિંગ બ્લોકના ખાતમુહુર્ત પ્રસંગે કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, તથા સ્થાનિક રહેવાસીઓ રૂડાનગરના પ્રમુખ અજીતસિંહ જાડેજા, સુખદેવપરી ગોસાઇ, હેમંતભાઇ ફુલવાળા, હીમાંશુ ધામેચા, ચંદુભાઇ ચૌહાણ, ઇન્દુભાઇ ચૌહાણ, ચૈતન્યભાઇ પંડયા, પરેશભાઇ, સુજનસિંહ જાડેજા, સંદીપભાઇ બાખડા, નીખીલભાઇ પરસાણા, જયેશભાઇ ભટ્ટ, હેમલભાઇ, એચ.એસ. ગોસ્વામી, મયુરભાઇ ટાંક, અશ્વિનભાઇ ધનેશા, કાળુભાઇ ફુલવાળા તથા રાજકોટ મહાનગરપાલિકાના સુનિલભાઇ ગોહેલ તથા યુવરાજસિંહ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.