રાજકોટ
News of Tuesday, 12th November 2019

સુચક કોમ્પ્યુટરનું આધુનિક ટેકનોલોજી સાથે રી-ઓપનીંગ હવે ઓનલાઇન એજ્યુકેશનઃ 'સુચક કિડસ'નું પણ લોન્ચીંગ..

ધર્મેશ સુચક- દર્શન સિનરોજાનું માર્ગદર્શનઃ બીઝનેસગ્રોથ માટે એકાઉન્ટીંગ નોલેજ જરૂરીઃ શીવલાલભાઇ સૂચક...

સૂચક કોમ્પ્યુટરનું રી-ઓપનીંગ કામમાં પત્રકારોને વિગતો અપાઇ તે નજરે પડે છે. (તસ્વીરઃસંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૨: ત્રણ પેઢી થી અને પપ વર્ષથી એકાઉન્ટ તથા ટેકસ ના કાર્ય સાથે સંકળાયેલ અને છેલ્લા ૧૫ વર્ષો થી ટેલી એકાઉન્ટીંગ સોફટવેર તેમ જ ઈનકમ ટેકસ અને જી.એસ.ટી. નું શિક્ષણ આપતી સંસ્થાઁ સુચક કમ્પ્યૂટરઁઁ નું આજના સમયની માંગ મુજબ આધુનિક ટેકનોલોજી સાથે વિસ્તરષ્ય પામી રી-ઓપનીંગ  છે. છેલ્લા ૧૫ વર્ષ માં આશરે ૧૦,૦૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ ધર્મેશભાઈ સુચક અને દર્શનભાઈ સિનરોજા નું માર્ગ દર્શન મેળવી એકાઉન્ટ અને ટેકસેશન નાં ફિલ્ડ માં રોજગારી મેળવી ચુક્યા છે. સુચક કમ્પ્યુટર એ ટેલી અને મિરેકલ બન્નેનું ઓથોરાઈઝડ ટ્રેઈનીંગ સેન્ટર ચલાવે છે. તથા ટેલી સોફટવેર નું વેચાણ પણ કરે છે તેમ પત્રકાર પરિષદમાં જણાવાયુ હતુ.

સંસ્થાનાં પાયાનાં પથ્થર સમાન શિવલાલભાઈ સુચક નું માનવુ છે કે બીઝનેસ નો ગ્રોથ કરવા માટે એકાઉન્ટીંગ નું નોલેજ જરૂરી છે. દરેક વ્યાપારી ને ઓનલાઈન બીલ બનાવવા, ઓનલાઈન ટેકસ નાં રિટર્ન ફાઈલ કરવા, સ્ટોક મેઈનટેઈન કરવો, ઉઘરાણી નું લીસ્ટ તૈયાર કરવું તથા બેન્કીંગ જેવા રોજબરોજનાં કાર્ય માં આ કોર્ષ ઉપયોગી થાય છે. વિદ્યાર્થીઓ ને વેપારીઓને સરળતા થી એકાઉન્ટ નું તથા જી. એસ.ટી. નું નોલેજ ટેલી અને મિરેકલ સોફટવેર માં મળી રહે અને પ્રેકટીકલી તેનો ઉપયોગ કરે શકે તે મુજબનો કોર્ષ તેયાર કરેલ છે.

સમય ની ચાલ અને માંગ પારખી ને સુચક કમ્પ્યુટર હવે ઓનલાઈન એજયુકેશન આપવા જઇ રહયું છે. યૂ-ટ્યુબ માં સુચક ઈ-લનીંર્ગ ચેનલ દ્વારા  ટેલી, મિરેકલ, જી.એસ.ટી. અને ઈન્કમ ટેકસ ની માહિતી મળી રહે તે મુજબનાં ઓન લાઈન કોર્સ આપવા જઈ રહયું છે. જેનો ઉપયોગ દરેક વિધ્યાર્થી અને વેપારીઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી નિઃ શુલ્ક કરી શકશે.

નિધિબેન સુચક તથા મેઘનાબેન ઠક્કર દ્વારા સુચક કિડસઁઁ પણ શરૂ કરવા માં આવી રહયું છે. જેમાં ધો. ૧ થી ૭ નાં ટ્યુશન વર્ગ, મેથ્સ, સાયન્સ અને લેન્ગવેજ ઈમ્સુવમેન્ટ ( ઈ-લર્નીંગ કનસેપ્ટ દ્વારા ) તથા વેકેશન એકટીવીટીઝ શરૂ કરવા જઈ રહયું છે

આ - રીઓપનીંગનું ઉદઘાટન મુખ્ય અતિથી વિશેષ બી.એ.પી.ેએસ.ના સ્વામી અપૂર્વમુની સ્વામી તથા શિવલાલભાઇ સૂચક અને રાજકોટના વિવિધ ક્ષેત્રમાં અગ્રણીઓના હસ્તે કરવામાં આવેલ હતુ.

(3:45 pm IST)