રાજકોટ
News of Tuesday, 12th November 2019

ગોંડલ રોડ પર બાલાશ્રમ નજીક ખાનગી બસની ઠોકરે ચડતાં રિક્ષાનો બૂકડોઃ રિક્ષા ચાલક ભીસ્તીવાડના ફૈઝલ ઠેબાને ઇજા

રાજકોટઃ ગોંડલ રોડ પર કાઠીયાવાડ બાલાશ્રમ પાસે સવારના પ્હોરમાં ખાનગી બસ અને ઓટો રિક્ષા અથડાતાં રિક્ષાનો બૂકડો બોલી ગયો હતો. જીજે૦૩બીવી-૯૪૬૧ નંબરની બસની ઠોકર જીજે૩એયુ-૩૯૭૦ નંબરની રિક્ષા ચડી જતાં રિક્ષાનો આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો અને વચ્ચેથી રિક્ષા બટકી ગઇ હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલક ફૈઝલ ફિરોઝભાઇ ઠેબા (ઉ.વ.૨૪-રહે. ભીસ્તીવાડ)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ કે. ખાંભલા અને રામજીભાઇએ એ-ડિવીઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બંને વાહનો જોઇ શકાય છે.

(3:43 pm IST)