રાજકોટ
News of Tuesday, 12th November 2019

ફોરેક્ષ કંપની પાસેથી લાખો રૂપિયાના યુરો ખરીદી સામે આપેલ ચેક ડીસઓનર થયા ફોજદારી ફરીયાદ

રાજકોટ, તા. ૧૨ : કેતન અરવિંદભાઈ કભાણી રહે.ચકુમહારાજની શેરી બેડીનાકા, હાટકેશ્વર મંદિર પાસે, રાજકોટવાળા સામે રૂ.૧,૬૦,૨૩૪નો ચેક ડિસઓનર થતા રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ ફરીયાદી રાજકોટમાં દેવ ફોરેક્ષ પ્રા.લી.ના નામથી રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા માન્યતા પ્રાપ્ત ફોરેન એકસચેન્જ અન્વયેના વ્યવહાર કરવા માટેનું લાયસન્સ ધરાવે છે. જેના ડાયરેકટર વિશાલ રાયચેરા છે. જયારે તહોમતદાર કેતન અરવિંદભાઈ કભાણી ઈમ્પોર્ટ એકસપોર્ટને લગતુ કલીયરીંગનું કામ કરે છે.

તહોમતદારે ફરીયાદી પાસેથી મે - ૨૦૧ં૯માં રૂ.૧,૬૦,૨૩૪ની કિંમતના યુરો પ્રવર્તમાન દરે ઉધાર ખરીદેલ છે. પ્રથમ ખરીદીમાં જ જાણે છેતરવાનો અને ઠગાઈ કરવાનો ઈરાદો હોય તે રીતે ફરીયાદીની તરફેણમાં એચ.ડી.એફ.સી. બેંક લી., શ્રોફ રોડ શાખા, રાજકોટનો ચેક નં.૦૦૦૨૭૫ રૂ.૧,૬૦,૨૩૪નો ચેક તેમા઼ તહોમતદાર કેતન અરવિંદભાઈ કભાણીએ સહી કરી ફરીયાદીને સોંપી આપેલ. સદરહુ ચેક તહોમતદારની સુચના અનુસાર ફરીયાદીએ વસૂલવા તેમના બેન્ક એકાઉન્ટમાં રજૂ રાખતા, સરદહુ ચેક 'ફંડસ ઈન્સ્ફીશીયન્ટ'ના કારણોસર તા.૯-૯-૧૯ના રોજ ડીસઓનર થયેલ છે વગર સ્વીકારાયે પરત ફરેલ છે.

જેથી તહોમતદારને નોટીસ પાઠવી ચેક ડિસઓનરની જાણ કરી ડીસઓનર થયેલ ચેકની રકમની ડિમાન્ડ કરેલ. સદરહુ નોટીસ તહોમતદારને યોગ્ય રીતે બજી ગયેલ હોવા છતા નોટીસ પીરીયડમાં ડિસઓનર થયેલ ચેકની રકમ ચૂકવેલ ન હોય, રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરવા ફરજ પડેલ છે. ફરીયાદની વિગત ધ્યાને લઈ નામદાર કોર્ટએ આરોપીઓને આગામી મુદ્દતે હાજર થવા સમન્સ ઈશ્યુ કરવા હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત ફરીયાદમાં ફરીયાદી દેવ ફોરેક્ષ પ્રા.લી. વતી રાજદીપ દાસાણી તથા જય ભારત ધામેચા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે.

(3:36 pm IST)