રાજકોટ
News of Tuesday, 12th November 2019

રાધેશ્યામ ગૌશાળામાં ગાયોના લાભાર્થે ભાગવત કથાઃ કાલે લોકડાયરો

રાજકોટ,તા.૧૨: રાધેશ્યામ ગૌ શાળા (ગાંધીગ્રામ, રૈયાધાર, પાણીનાં ટાંકા પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રામાપીર ચોકડી પાસે) રાજકોટ દ્વારા આયોજીત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આવતીકાલે તા.૧૩ને બુધવારના રોજ રાત્રે ૯ કલાકે રાધેશ્યામ ગૌશાળાના મહંત શ્રી રાધેશ્યામબાપુ મો.૯૨૨૮૩ ૫૩૭૮૦ દ્વારા ગાયોનાં ઘાસચારાનાં લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય કલાકાર તરીકે સુરેશભાઈ ગોહેલ, મનસુખભાઈ પટેલ, પારૂલબેન વાઘેલા, મસ્તરામ વિગેરે કલાકારો ડાયરાની જમાવટ કરાવશે. તેમજ ભાગવત સપ્તાહમાં જીજ્ઞાબેન ગોંડલીયા તેમની સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે.

આ લોકડાયરામાં કાર્યક્રમને સફળ બનાવવા હિતેષભાઈ નડીયાપરા, પ્રફુલભાઈ નડીયાપરા, નંદકિશોરભાઈ વકીલ, હસુભાઈ ગોહેલ, મગનબાપા, હરીભાઈ ભટ્ટી, કુરજીભાઈ જોટાણીયા, બાબુભાઈ મુસલમાન, રમેશભાઈ પાઉં,  ભરતબાપુ ગોંડલીયા, શૈલેષભાઈ, રાજુભાઈ બોરીચા, જીતુભાઈ, મહેશભાઈ, હિતેષભાઈ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સર્વધર્મપ્રેમી જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:36 pm IST)