રાજકોટ
News of Tuesday, 12th November 2019

''અમે બધા'' હાસ્ય નવલ જીવન મૂલ્યોથી ભરેલી છે : દર્શનાબેન ધોળકીયા

રાજકોટ નાગરીક સહકારી બેંક લિ. દ્વારા વાંચન પ્રારંભ : ' અમે બધા'ની ભાવયાત્રા કરાવી

રાજકોટ નાગરીક સહકારી બેંક લિ. દ્વારા વાંચન પરબમાં લેખક-પ્રો. દર્શનાબેન ધોળકીયાએ ધનસુખલાલ મહેતા અને જયોતીન્દ્ર દવેની કૃતિ '' અમે બધા''ની ભાવયાત્રા બેંકની રાજકોટ ખાતેની હેડ ઓફીસ ' અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય'' માં રજુ કરી હતી.

પ્રો. દર્શનાબેન ધોળકીયાએ રજુ કરેલ વકતવ્યની એક ઝલક 'જયોતીન્દ્ર દવે પાસેથી એકદમ હળવાશથી જીવનને લેવાની કળા શીખવા જેવી છે. આ કૃતિ બે લેખકોએ સંયુકત લખી છે. આ એક ઘટના વિરલ છે. નવ રસમાં હાસ્ય રસ સોૈથી વધુ અઘરો છે. ૮૫ વર્ષ થયા હોવા છતાં કાળ આ કૃતિને સ્પર્શી શકયો નથી. આ હાસ્ય નવલ જીવન મૂલ્યોથી ભરેલી છે. એક પ્રશિષ્ટ કૃતિ છે. અમે બધામાં બધા જ નાયક છે. જાતજાતનાં લોકોથી આ ચોપડી ખીચોખીચ ભરેલી છે. એક-એકથતી ચડીયાતા પ્રકરણો આ કૃતિમાં છે. એક આખો દેશકાળ આ કૃતિમાં રજુ કર્યો છે એ દષ્ટિએ આ કૃતિ ઐતિહાસીક કહી શકાય. આબેહુબ એ જમાનાની સ્ત્રીઓનું વર્ણન લેખકે કર્યુ છે.

આ તકે જાણીતા ચિત્રકાર નલિનભાઇ સુચકે ખુબજ સરસ પોટ્રેઇટ બનાવી દર્શનાબેન ધોળકીયાએ ભેટ આપ્યું હતું.આ વાંચ પરબમાં નિલિનભાઇ વસા (ચેરમેનન્, જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), જયોતીન્દ્રભાઇ મહેતા (અધ્યક્ષ-નાફકબ), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ-ચેરમેન-ડિરેકટર), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), અર્જુનભાઇ શિંગાળા (ડિરેકટર), હરીભાઇ ડોડીયા (ડિરેકટર) જીમ્મીભાઇ દક્ષીણી (ડિરેકટર) રાજશ્રીબેન જાની (ડિરેકટર), કિર્તીદાબેુન જાદવ (ડિરેકટર), મંગેશજી જોશી (ડિરેકટર), વિનોદ શર્મા (જનરલ મેનેજર-સીઇઓ) વિ. ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કિર્તીદાબેન જાદવે પ્રો. દર્શનાબેન ધોળકીયાનું પુસ્તકમમ-ખાદીનો રૂમાલ ભેટ આપી સન્માન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન કવયિત્રી સીએ. સ્નેહલ તન્નાએ કર્યુ હતું.

(3:32 pm IST)