રાજકોટ
News of Tuesday, 12th November 2019

કોઠારીયા વિસ્તારની સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા.૧૨: રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા આ કામના ફરીયાદીએ પોતાના સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઈરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ અને પોકસો એકટ ની કલમ ૬ મુજબની ફરીયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી ભીખાભાઇ માયાભાઇ ટોળીયાની પોલીસ દ્વારા તા.૨૧/૧૦/૨૦૧૯ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલો જેને નામ.સ્પે. પોકસો કોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલો છે.

 આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારના મછાનગરના રહેવાસી એવા ભોગ બનનારના પીતાએ ગત તારીખ ૨૧/૦૯/૨૦૧૯ ની રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાં પોતાની ૧૭ વર્ષની સગીર પુત્રી ને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી જવા અંગેની આઈપીસી કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોકસો એકટની કલમ ૬ મુજબ ની ફરીયાદ આપેલ હતી.

 ત્યાર બાદ આરોપીએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી નામ સ્પે. પોકસો કોર્ટમાં ગુજારેલ હતી જે જામીન અરજી દરમ્યાન આ કામના ફરીયાદીએ આરોપીને જામીન મુકત ન કરવા માટે લેખીત જવાબ વાંધાઓ આ કામે સ્પે. પોકસો કોર્ટમાં ૨જુ કરેલ હતો. જે અન્વયે નામ. સ્પે. પોકસો કોર્ટમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતનો રજૂ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઈ  , પોકસો કોર્ટે આ કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામના આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા રોકાયેલા હતા.

(3:25 pm IST)