રાજકોટ
News of Tuesday, 12th November 2019

‘‘ બોલે સો નિહાલ સત શ્રી અકાલ, વાહેગુરૂજી કા ખાલસા, વાહેગુરૂજી કી ફતેહ...''

ગુરૂનાનક જયંતિ : શીખ અને સીંધી સમાજમાં અનેરો ઉમંગ : બપોરે લંગર પ્રસાદ, સાંજે શબદ કીર્તન અને રાત્રે જન્‍મોત્‍સના વધામણા

ગુરૂનાનક જયંતિ : શીખ અને સીંધી સમાજમાં અનેરો ઉમંગ : બપોરે લંગર પ્રસાદ, સાંજે શબદ કીર્તન અને રાત્રે જન્‍મોત્‍સના વધામણા

રાજકોટ તા.૧૨ : પ.પૂ.ગુરૂનાનકદેવ મહારાજનો આજરોજ ૫૫૦ મો જન્‍મોત્‍સવ છે. શીખ અને સિંધી સમાજમાં હર્ષોલ્લાસ છવાયો છે.  શહેરના સદર બજાર, રામનાથપરા, જંકશન પ્‍લોટ સહિતના વિસ્‍તારોમાં આવેલા ગુરૂદ્વારાઓમાં સવારથી ધર્મમય કાર્યક્રમો યોજાયા છે. રાત્રીના દાંડીયારાસ, નાચગાન, આતશબાજી, કેક કાપીને શ્રી ગુરૂનાનક જન્‍મોત્‍સવ ઉજવાશે. ઠેર-ઠેર સત્‍સંગ, ભજન, કણાપ્રસાદ વિતરણ, રકતદાન કેમ્‍પ સહિતના કાર્યક્રમોના આયોજનો થયા છે. સદર બજારમાં આવેલ ગુરૂનાનક મંદિરે આજે મંગળવારે બપોરે ગુરૂ ભંડારો લંગર મહાપ્રસાદ તેમજ રાત્રે ૧.૨૦ મીનીટે હીંડોળા દર્શન, આતશબાજી સાથે ગુરૂગ્રંથ સાહેબની પુર્ણાહુતી થશે. સમગ્ર મંદિરને રોહનીથી ઝળહળતુ કરાયુ છે. પરસાણાનગર તુલસીધાસ ધામ ખાતે આજે ગુરૂનાનક જન્‍મોત્‍સવ નિમિતે સવારે પ્રભાતફેરી, બપોરે શ્રી ભોગ સાહેબ, લંગર પ્રસાદ અને સાંજે પ વાગ્‍યે સવારી (નગર કિર્તન), રાત્રે ૧૦ વાગ્‍યે શબ્‍દ કિર્તન, રાત્રે ૧.૨૦ વાગ્‍યે શ્રી ગુરૂનાનકજી પ્રકાશ ઉત્‍સવ ઉજવાશે.

(11:49 am IST)