રાજકોટ
News of Monday, 12th November 2018

વોર્ડ નં.૧૦ ના કાર્યકર તૃષિત પાણેરી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

રાજકોટ તા ૧૨ : શહેરના વોર્ડ નં.૧૦ ના કાર્યકર તુષિત પાણેરીને કોંગ્રેસમાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું  શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુતે જણાવ્યું હતું . આ  અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુતે તુષિત પાણેરીને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે વોર્ડ નં.૧૦ ના કાર્યકર અને વિચાર મંચના તમો હોદેદાર હોય તેવું વોર્ડના પ્રમુખ સાથ ેચર્ચા થયા મુજબ માલુમ પડેલ છે.ં તમો ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતીના સેક્રેટરીનો હોદો ન ધરાવતા હોવા છતાં પોતાના સોશ્યલ મીડીયાના આઇ.ડી.મા ં સેક્રેટરી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ગુજરાત દર્શાવેલ છે જે ગેરકાયદેસર લખેલ છે તેથી સેક્રેટરીનો હોદ્દો ન ધરાવતા હોવા છતાં સેક્રેટરી લખેલ લેટર પેડ પણ છપાવેલ  છે અને આ લેટરપેડનો તમો ઉપયોગ કરી રહ્યા છો. જે ગેરકાયદેસર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સંમતીથી તેમજ ગુેજરાત પ્રદેશ કોંગ્રેસ વિચારમંચના ચેરમેન ઉમાકાંતભાઇ માંકડની સુચનાથી કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે ત્રણ વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા અને હવ ેપછી તમો કોંગ્રેસ પક્ષના હોદ્દાનો ઉપયોગ કોઇપણ જગ્યાએ ઉપયોગ કરશો નહીં જો કરશો તો આપની સામે કાયદાકીય કાર્યવાહી કરવા તેમ ં શહેર કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે જણાવ્યું હતું

(4:25 pm IST)