રાજકોટ
News of Monday, 12th November 2018

સૌરાષ્‍ટ્રના સિંહણ, તીર્થસ્‍વરૂપા, વચનસિદ્ધિકા

પૂ. ઈન્‍દુબાઈ મ.સ. તીર્થધામમાં જ્ઞાનપૂજન સમારોહ સંપન્ન

દરેકને રૂા. ૧૦૦ની પ્રભાવના

રાજકોટ, તા. ૧૨ :. ગોં. સંપ્ર.ના સૌરાષ્‍ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. શ્રી ઈન્‍દુબાઈ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે જ્ઞાન પંચમીને અનુલક્ષીને જ્ઞાન પૂજનનો ભવ્‍યાતિભવ્‍ય કાર્યક્રમ હતો. જેમાં સ્‍વર કિન્‍નરી બા.બ્ર.પૂ. શ્રી સોનલાબાઈ મહાસતીજીને જ્ઞાનનો મહિમા તેમજ શ્રુતદેવની આરાધનાનો મહિમા, પાંચ જ્ઞાનનો મહિમા ખૂબ જ સુંદર, સરળ, સચોટ રીતે સમજાવેલ. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય તો કેવળજ્ઞાન થાય.

આ પ્રસંગે દિલાવર દાતાઓ, આગેવાનો, શ્રેષ્‍ઠીવર્યો, સોનલ સિનીયર સીટીઝન, સોનલ સેવા મંડળ, સોનલ સાહેલી મંડળ, સોનલ સખી મંડળ, સહારા ગ્રુપ બધાએ ખાસ ઉપસ્‍થિત રહી ભાવપૂર્વક જ્ઞાનનું પૂજન કર્યુ હતું. દરેકને રૂા. ૧૦૦ની પ્રભાવના આપેલ હતી. આ સમયે ૫૧ લોગરસનો કાઉસ્‍સગ, ૫૧ વંદના, ૫૧ ‘નમો નાણસ્‍સ'ની માળા કરવાનો આદેશ આપેલ હતો. આ પ્રસંગે સંઘના પદાધિકારીઓએ પણ ખાસ જ્ઞાનનું પૂજન કરેલ હતું. પૂ. મહાસતીજીએ ફરમાવેલ કે પુસ્‍તકની જરા પણ અશાતના કરશો નહિં, તિરસ્‍કાર, અરૂચી કરશો નહિ, સમ્‍યક જ્ઞાનના પાંચ ખમાસમણા આપેલ હતા.

આ પ્રસંગે અશોકભાઈ દોશી, નિલેશભાઈ શાહ, જયેશભાઈ માવાણી, પ્રદીપભાઈ માવાણી, જયેશભાઈ સંઘાણી, ભૂપેન્‍દ્રભાઈ મહેતા, આનંદભાઈ દોશી, રમેશભાઈ દોશી, રજનીભાઈ મહેતા આદિ નામી-અનામી ઘણા આગેવાનો - દાતાઓએ હાજર રહી જ્ઞાનપૂજનનો લાભ લીધો હતો. આ પ્રસંગે જ્ઞાનની મહત્તા, કેવળ જ્ઞાનની મહત્તા, પાંચ જ્ઞાનની મહત્તા વિશે પૂ. સોનલબાઈ મહાસતીજીએ સમજાવેલ. ઈન્‍દુબાઈ મહાસતીજી તીર્થધામમાં જ્ઞાનપૂજન કરી ધન્‍યતા અનુભવી હતી. ઈન્‍દુબાઈ મહાસતીજી તીર્થધામ ધર્મધ્‍યાનથી ધમધમી રહ્યું છે.

આ પ્રસંગે સુશીલાબેન બધાણી, ચારૂબેન વોરા તથા જયભાઈ વોરા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. નાના બાળકોને રૂા. ૧૦૦ રોકડા તથા ગીફટ આપવામાં આવી હતી.

(3:56 pm IST)