રાજકોટ
News of Tuesday, 12th October 2021

ગોંડલ ચોકડીના ડાઇવર્ઝન રૂટમાં એસ.ટી. દ્વારા ભાડા વધારાની હીલચાલ :કોંગ્રેસનો વિરોધ

બ્રિજનાં કામ માટે ડાઇવર્ઝન અપાયો છે તો પ્રજા પાસે એસ.ટી. તંત્ર વધારાનાં કીલોમીટરનું ભાડુ વસુલે તે અન્યાયી : વશરામભાઇ-સાગઠિયા-મકબુલ દાઉદાણીનો આક્રોશ

રાજકોટ, તા. ૧ર : રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણીની યાદી જણાવે છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ દ્વારા તાજેતરમાં જ ગુજરાતના દરેક જિલ્લા અમદાવાદ નડિયાદ વડોદરા ભરૂચ સુરત વલસાડ મહેસાણા પાલનપુર હિંમતનગર ગોધરા ભાવનગર જામનગર જૂનાગઢ અમરેલી અને ભુજ ને પત્ર લખી જાણ કરવામાં આવી છે કે ગોંડલ થી રાજકોટ તરફ આવો તો એકમાર્ગી રસ્તો કરવાનો અને તેનું ડાયવર્ઝન કોરાટ ચોકથી ગોંડલ ચોકડી સુધીનું છે આ ના હિસાબે પારડી આગળ કોરાટ ચોકથી વાયા કાંગશીયાળી ચોકડી ટીલાળા ચોકળી, મવડી પાળ રોડ સાવન સર્કલ ક્યાંથી બાપાસીતારામ ચોક થઈ ગોંડલ રોડ ચોકડી એસટી વર્કશોપ પી.ડી. માલવિયા કોલેજ થઈ નાગરિક બેંક થી બસ સ્ટેશન સુધીનો આ એક સરખી ડાયવર્ઝન ના ભૂલના હિસાબે આશરે નવ કિલોમીટર જેટલું અંતર એસટી બસોને વધે છે જેના લીધે રાજકોટ એસટી ડેપો દ્વારા તમામ ડેપોને કે જેને લાગુ પડે છે તે તમામ મોડ્યુલ જેવા છે ઈબીટીએમ મશીનો આર.એસ જીપીએસ તથા આર ડી એમ એસમા અમલ કરવા દરેકની કક્ષાએ હુકમ કરવા જણાવેલ છે અમારા દ્વારા એસટી નિગમને અને સરકારને જાણ કરવામાં આવે છે કે આપના દ્વારા આ ડાઇવર્ઝનના હિસાબે નવ કિલોમીટર જેટલો વધારો થાય છે તે ભાડું સરકારે પોતાની ભોગવવું જોઈએ નઈ કે મુસાફરી કરતા મુસાફરોએ આ તમામ બસોમાં ભાડા નો વધારો થાય છે તેમાં મુસાફરોનો શું વાંક છે

તેથી અમારી માંગણી છે તેમજ આ ભાડા વધારો એને સરકારી ભોગવવો જોઇએ હવે સરકારે સમજવાની જરૂર છે કે પબ્લિક ઉપર કેટલાક પ્રકારના ટેકસ વધારા કરવા છે પબ્લિક હવે તો આ જુદી જુદી પ્રકારના વધારા ઓથી થાકી ગઈ છે તેમ છતાં પણ સરકારને સમજાતું નથી અમારો સીધો સવાલ છે કે એસટી સરકારી કામ સરકારી કોન્ટ્રાકટર સરકારી અને તેની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સરકારને હોય તો પબ્લિક ઉપર આ ભાડા વધારો શા માટે?  એક તરફ સરકાર મોંઘવારી વધારી રહી છે કોંગ્રેસના વખતે ૩૧૨ રૂપિયામાં મળતો ગેસનો બાટલો આજે ૯૧૮રૂપિયા મળે છે જીએસટી લોકોને કમર તોડી નાંખી છે ગરીબી અને ભૂખમરો જે લોકો પીડાઇ રહ્યા છે બેકારી ભરડો લઈ ગઈ છે લાખો યુવાનો બેકાર છે એમાં વળી પાછી સરકાર હજુ ભાવ વધારો હજુ લૂંટવાનું બંધ નથી કરતી તેની સામે અમારો સખ્ત વિરોધ છે તેવું વશરામભાઈ સાગઠીયા અને મકબુલભાઈ દાઉદાણીએ યાદી ના અંતમાં જણાવ્યું છે.

(4:13 pm IST)