રાજકોટ
News of Tuesday, 12th October 2021

ફાઉન્ડ્રી ઉદ્યોગને મુશ્કેલીમાંથી બહાર લાવવા ભાવ વધારો એક માત્ર ઉપાય : મીટીંગમાં નિર્ણય

રાજકોટ,તા.૧૨ : પ્રવર્તમાન સમયમાં છેલ્લા ઘણા સમયથી ફાઉન્ડ્રી ઉદ્યોગ માટેનો મુખ્ય કાચાોમાલમાં અસાધારણ ભાવ વધારો જોવા મળી રહેલ છે. જેને કારણે ફાઉન્ડ્રી અને એન્જીનીયરીંગ મેન્યુફેકચર્સ એસોશીએશનને છેલ્લા ટૂંકા સમયમાં મુખ્યત્વે કાચામાલ જેમા પીગ આર્યન, કોલ, સીલીકોન, મેગ્નેસ્યમ, ગ્રેફાઇટ, સ્ક્રેપ વિ.માં થઇ થઇ રહેલ ભાવ વધારાની અસર  નાના ફાઉન્ડ્રી એમ.એસ,એમ.ઇ. ઉદ્યોગોમાં વર્તાઇ રહેલ છે. જેને લઈને ફાઉન્ડી અને અન્ય એન્જીનીયરીંગ મેન્યુફેકચર્સને તૈયાર કાસ્ટીંગના ભાવમાં વધારો કરવાની ફરજ થઈ પડેલ છે

આ સમસ્યા સામે ટકવા માટે રાજકોટ એન્જીનીયરીંગ એસોસીશનની રાહબારી હેઠળ IIF અને IICMAના સહયોગથી ફાઉન્ડ્રી અને એન્જીનીયરીંગ ઉદ્યોગના કાચામાલમાં અસાધારણ ભાવ વધારા બાબતે રાજકોટના ફાઉન્ડ્રી ઉદ્યોગની એક મીટીંગનું આર.ઇ.એ.ના ઓડીટરીયમ ખાતે આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો હાજર રહેલ આ મીટીંગમાં ત્ત્જ્ દ્વારા છેલ્લા એક વર્ષ દરમ્યાન વિવિધ પ્રકારના ફાઉન્ડ્રી ઉદ્યોગના કાચામાલમાં કેટલા ટકામાં ભાવ વધારો થયેલ તે અંગેના ગ્રાફ તૈયાર કરીને પ્રેઝન્ટેશન આઈ.આઈ.એફ. ના ચેરમેન ધીરુભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલ. તેમના જણાવ્યા મુજબ કાચામાલમાં થઈ રહેલ ભાવ વધારાને ધ્યાને લઈને ફાઉન્ડ્રી ઉદ્યોગોને ટકાવી રાખવા દરેકે ભાવ-વધારો કરવો આવશ્યક છે. જેથી કરીને નાના ઉદ્યોગો બંધ થતાં અટકશે અને કામદારોને બેરોજગાર થતા રોકી શકાશે

આ મીટીંગમાં આર.ઇે.એ.ના ડાયરેકટર બ્રિજેશ દૂધાગરાએ મીટીંગની પૂર્વ ભૂમિકા વર્ણાવેલ અને દરેક ફાઉન્ડ્રી ઉદ્યોગકારોએ આ ભાવ વધારો લાગુ કરવા માટે પોતાના ગ્રાહકો સાથે સુલેહ કરીને સૌ પોતપોતાની અનુકૂળતા ધ્યાને રાખીને વ્યવહારુ નિર્ણય લઈને ઉદ્યોગોને બંધ થતાં રોકવાના પ્રયાસ કરવો જોઈશે. જેથી ઉદ્યોગો કાર્ર્ય રહી શકે. એસોસીએશન આ અંગે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં રજૂઆત માટે જરૂરી સ્ટેટેજી તૈયાર કરશે અને જે માટે દરેકના સાથ અને સહકારની જરૂર છે તેમ જણાવેલ.

  આ તૈયાર પ્રોડકટસમાં પ્રવર્તમાન સંજોગોમાં   (૧) રૂ ૩.૦૦ કિલો લેખે કૉલસાના ભાવ વધારો થતાં કાસ્ટીંગમાં ભાવ વધારો. (૨)રૂ. ૨.૦૦ કિલો લેખે એલોય આઇટમમાં  (૩) રૂ. ૬.૫૦ કિલો લેખે આઇરન માટીરીયલમાં ભાવ વધારો થતાં, (૪) રૂ. ૪.૦૦ કિલો લેખે રેઝીનમાં ભાવ વધારો સૂચવાયો છે.

આ ભાવ વધારામાં ઇન્ડસ્ટ્રીઝના મુશ્કેલજનક સમયનો સામનો કરવા અને ખરીદનારનો સહયોગ આપવાના આશયે મોલ્ડીંગ અને લેબર કોસ્ટનો સમાવેશ કરવામાં આવેલ નથી.જે એકંદરે રૂ. ૩  જેટલો થાય છે.એકંદરે આ મુજબ  ભાવ વધારો મળી રહે તો આ ફાઉન્ડ્રી ઉદ્યોગો રાબેતા મુજબ ટકી રહેશે તેવો સૂર પુરાવેલ.

 IIFના ચેરમેન ધીરુભાઈ પટેલે પાવર પોઈન્ટ પ્રેઝનટેશનના માધ્યમથી આ ભાવ વધારો કેટલા સમયના અંતરે કેટલો કેટલો વધીને એકંદરે કેટલ! ટકા વધેલ તેની સમજણ આપેલ અને હવે આ પરિસ્થિતિએ ફાઉન્ડ્રી અને એન્જીનીયરીંગ ઉદ્યોગોએ કઈ રીતે અને કેટલો ભાવ વધારો લેવો તે અંગે સમજણ આપેલ. 

આ મીટીંગમાં ઇન્ડીયન ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ મેન્યુ. એસોસીશન (IICMA)ના ચેરમેન રમણભાઇ સભાયા ઉપસ્થિત રહેલ. તેઓએ દરેક ફાઉન્ડ્રી ઉદ્યોગોએ પોતાની સૂઝબુધ્ધિ અનુસાર ગ્રાહક સાથે પરામર્શ કરીને ભાવ વધારો લઇને ઉદ્યોગ ટકાવી રાખવા જરૂરી છે તેમ જણાવેલ.

આવી પરિસ્થિતમાં આ ભાવ વધારાને અંકુશમાં લેવા તેમજ એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગોને બચાવવા માટે એસોસીએશન દ્વારા સરકારની મધ્યસ્થી માટેના પ્રયાસો હાથ ધરાઇ રહેલ છે તેમ આર.એ.એ.ના ડાયરેકટર બ્રીજેશ દૂધાગરાએ જણાવેલ.

(4:11 pm IST)