રાજકોટ
News of Tuesday, 12th October 2021

દેશી તમંચો - કાર્ટીઝ પરિચીતે સાચવવા આપ્યું હોવાનું જયદીપ ચુડાસમાનું રટણ

રૂરલ એલઓજીની ટીમે પારડીથી જયદીપને હથિયાર સાથે દબોચ્યો

રાજકોટ તા. ૧૨ : શાપર - વેરાવળના પારડી પાસેથી એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે દેશી તમંચો અને બે કાર્ટીઝ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પૂછપરછમાં પરિચીતે હથિયાર સાચવવા આપ્યું હોવાનું રટણ કરતા તેના રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ પારડી ગામ પાસે એક શખ્સ હથિયાર સાથે ઉભો હોવાની રૂરલ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા તથા કોન્સ. વિજયગીરી ગોસ્વામીને બાતમી મળતા પારડી ગામ પાસેથી જયદીપ કરશનભાઇ ચુડાસમા (ઉ.૨૪) (રહે. પારડી શીતળા માતાના મંદિર પાછળ રીધ્ધી-સીધ્ધી સોસાયટી તા. લોધીકા)ને રૂ. ૫ હજારની કિંમતનો દેશી બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા થોડા સમય પહેલા તેના પરિચીતે હથિયાર સાચવવા આપ્યું હોવાનું રટણ કરી રહ્યો છે. આ અંગે પોલીસે તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. આ કામગીરી એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.એમ.જાડેજા તથા પી.એસ.આઇ. એચ.એમ.રાણા, એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ, હેડ કોન્સ. હિતેશભાઇ અગ્રાવત, અતુલભાઇ ડાભી, વિજયગીરી ગોસ્વામી, રણજીતભાઇ ધાધલ તથા જયપાલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

(3:30 pm IST)