રાજકોટ
News of Tuesday, 12th October 2021

જી. ટી. શેઠ હાઇસ્કૂલ સામે બગીચામાં વરલીનો જૂગાર રમતાં દિવ્યેશ અને મનોજ પકડાયા

ક્રાઇમ બ્રાંચના ચેતનસિંહ ચુડાસમા અને શકિતસિંહની બાતમી પરથી પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમનો દરોડોઃ ૧૯૩૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૧૨: એંસી ફુટ રોડ પર જી. ટી. શેઠ હાઇસ્કૂલ સામે બગીચામાં બેસી વરલી ફીચરના આંકડા પર જૂગાર રમતાં બે શખ્સો દિવ્યેશ રવજીભાઇ કણસાગરા (ઉ.૩૩-ધંધો માર્કેટીંગ, રહે. મોરબી રોડ, જકાતનાકા રાજલક્ષ્મી સોસાયટી વિનાય એપાર્ટમેન્ટ ફલેટ ૨૦૪, મુળ મચ્છો-૨ અદેપર) તથા મનોજ મગનભાઇ કાનાણી (ઉ.૩૭-ધંધો મજૂરી-રહે. નાની વાવડી, તા. મોરબી, મુળ જસાપર જોડીયા)ને ક્રાઇમ બ્રાંચે પકડી રૂ. ૧૨૩૦૦ રોકડા, રૂ. ૭૦૦૦નો મોબાઇલ ફોન મળી ૧૯૩૦૦ની મત્તા કબ્જે કરી છે.

સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાની સુચના તથા પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએઅસાઇ જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશ ચાવડા, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ બોરાણા, સ્નેહ ભાદરકા, કુલદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. બાતમી એએસઆઇ ચેતનસિંહ ચુડાસમા અને શકિતસિંહ ગોહિલને મળી હતી.

(3:29 pm IST)