રાજકોટ
News of Tuesday, 12th October 2021

રેસકોર્ષ ભારત સેવક સમાજ ખાતે વિનામૂલ્યે યજ્ઞચિકિત્સા-યોગાભ્યાસઃ આજથી હૃદયરોગ માટે આહુતિનો પ્રારંભ

રાજકોટઃ. રેસકોર્ષ મધ્યે ભારત સેવક સમાજ સંકુલમાં પતંજલિ યોગ સમિતિના યોગ વર્ગમાં નટુભાઈ ચૌહાણ દ્વારા ગત તા. ૨૦ સપ્ટેમ્બરથી નિયમિત વિનામૂલ્યે યજ્ઞચિકિત્સા સહયોગાભ્યાસ કરાવાય છે. અત્યાર સુધીમાં ડાયાબિટીસ, બી.પી., ગઠિયો વા અને થાઈરોઈડ જેવી વ્યાધિમાં રોગાનુસાર ઔષધિ અને ગાયના શુદ્ધ ધૃત(ઘી)ની આહુતીનો પ્રયોગ થયો છે. ગઈકાલે સોમવારે ડાયાબિટીસ બાદ આજે મંગળવારથી હૃદયરોગની યજ્ઞચિકિત્સા શરૂ થશે. જેનો લાભ લેવા ઈચ્છતા ભાઈઓ-બહેનોને સવારે ૬.૧૫ થી ૭.૩૦ દરમિયાન ભારત સેવક સમાજ રેસકોર્ષ ખાતે પધારવા અનુરોધ કરાયો છે. તસ્વીરમાં યોગાભ્યાસ સાથે યજ્ઞ ચિકિત્સા કાર્ય થઈ રહેલુ દર્શાય છે.

(3:25 pm IST)